Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

સુરત : કોરોના વાયરસ સામે લડવા સી.આર.પાટીલે દોઢ કરોડની ગ્રાંટ ફાળવી…

નવસારી : દુનિયાભરમાં દહેશત ફેલાવનાર કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કર્યો છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગમચેતીને કારણે ભારત ઘણું સલામત રહ્યું છે. સુરત શહેરમાં કોરોનાનાં પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે દર્દીઓને ઝડપથી સારવાર મળી શકે, વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સાધનોની અછત ન સર્જાય એ માટે ૨૫ નવસારી લોકસભા બેઠકના સાંસદ સી.આર. પાટીલ તરફથી સુરતના કલેક્ટરને રૂપિયા ૧ કરોડ અને નવસારીના કલેક્ટરને રૂપિયા ૫૦ લાખની ગ્રાંટ ફાળવી આપવામાં આવી છે.

આ ગ્રાંટનો ઉપયોગ કોરોના વાયરસ સામે લડવા માટેનાં મેડિકલ સાધનો અને વેન્ટીલેટર ખરીદવા માટે કલેક્ટર જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરે એવું સી.આર.પાટીલ દ્વારા જણાવાયું છે.

વેન્ટીલેટર અને અન્ય મેડિકલ સાધનો જો પૂરતા પ્રમાણમાં હશે તો કોરોના વાયરસ સામે સરળતાથી લડી શકાશે, સુરત અને દક્ષિણ ગુજરાતનાં કોરોનાનાં દર્દીઓને તાત્કાલિક સારવાર પણ આપી શકાશે. પાટીલ દ્વારા ફાળવવામાં આવેલી આ ગ્રાંટને કારણે સુરત અને દક્ષિણ ગુજરાતમાં કોરોનાનાં દર્દીઓ ઝડપથી સારા થઇ શકશે.

Related posts

સુરતમાં વરાછાના ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજ, આપે કર્યો પર્દાફાશ…

Charotar Sandesh

ગુજરાત અનલોક-૧માં ધંધા-રોજગાર શરૂ થતાં સૌરાષ્ટ્રથી લોકો સુરત તરફ રવાના…

Charotar Sandesh

લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૩નાં મોત, ૧૫ ઘાયલ…

Charotar Sandesh