Charotar Sandesh
બોલિવૂડ

સુશાંતને યાદ કરી ભૂમિકા ચાવલાએ કહ્યું- પ્રયત્નો કરવા છતા ભૂલી નથી શકતી

મુંબઈ : અચાનક સુશાંત સિંહ રાજપુતે આત્મહત્યા કરી લેતા સમગ્ર બોલિવૂડ સદમામાં સરી પડ્યુ હતુ. તેના પ્રશંસકો હજુ પણ આ વાત માનવા તૈયાર નથી કે સુશાંત આવું પગલું ભરી શકે. આજે પણ સુશાંતને યાદ કરવામાં આવે છે. અભિનેત્રી ભૂમિકા ચાવલા હજી પણ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને ભૂલી શકી નથી. સુશાંતનું નિધન થયુાને ૨૦ દિવસ થયા છે, ભૂમિકાને એટલો આઘાત લાગ્યો છે કે તે આ આંચકો પચાવી શકતી નથી અને ખુબજ દુઃખી છે. લાંબી સોશિયલ મીડિયા પોસ્ટ લખીને ભૂમિકાએ ફરી એકવાર સુશાંતને યાદ કર્યો છે. ભૂમિકા ચાવલાએ સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ ‘એમએસ ધોની’ માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે સુશાંતની બહેનની ભૂમિકા ભજવી હતી. સુશાંત સિંહ રાજપૂતની તસવીર સાથે ભૂમિકાએ લખ્યું કે ‘સુશાંતને ગયાને ૨૦ દિવસથી વધુનો સમય થઈ ગયો છે.

હું સવારે ઉઠુ અને બસ તેના જ વિચારો આવે છે. હજુ સુધી આશ્ચર્યમાં છુ કે આવુ સુશાંત કરી જ કેમ શકે? ફિલ્મમાં મેં સુશાંત સાથે સ્ક્રીન શેર કરી અને એક અલગ જ જોડાણની લાગણી અનુભવી. તે હતાશા હતી, કંઈક વ્યક્તિગત વાત હતી એક વખત ખુલીને વાત કરવી જોઈતી હતી. ભૂમિકા લખે છે કે ‘જો આ પ્રોફેશનની વાત હોત તો મને વાંધો હોત કારણ કે સુશાંતે ઘણી સારી ફિલ્મો કરી છે. હા, હું માનું છું કે અહીં જીવવું સરળ નથી. હું અહીં અંદરની અને બહારની વાત કરતી નથી. તે સાચું છે કે ૫૦ થી વધુ ફિલ્મો કર્યા પછી પણ મને ઇન્ડસ્ટ્રીમાં કોઈની સાથે જોડવામાં મુશ્કેલી થઈ, પણ હું ભગવાનની આભારી છું કે હું હજી પણ કામ કરી રહી છું. ભૂમિકા આગળ લખે છે કે ‘મેં કદાચ મારું કામ આ રીતે પસંદ કર્યું. મેં મારી જાતને સમજાવી અને ભગવાન પર ભરોસો મૂક્યો.

Related posts

અભિનેતા પ્રભાસને લૉકડાઉન પડ્યુ ભારેઃ ડુબી ગયો ૧૦૦૦ કરોડના દેવામાં…

Charotar Sandesh

‘ધ ઝોયા ફેક્ટર’માં સોનમ કપૂર ક્રિકેટ કમેન્ટેટરનો રોલ ભજવશે…

Charotar Sandesh

‘રાધે’ ઓનલાઈન ૨૫૦ કરોડ રૂપિયામાં વેચાશે…?

Charotar Sandesh