Charotar Sandesh
બોલિવૂડ

સુશાંત કેસમાં શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાની કરાઈ અટકાયત…

મુંબઈ : સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે શુક્રવારે સવારે રિયા ચક્રવર્તીના પ્રાઈમ રોઝ એપાર્ટમેન્ટ અને સેમ્યુઅલ મિરાંડાના ઘરે દરોડો પાડ્યો હતો. ડ્રગ એંગલની તપાસમાં શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલના નામ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ કલાકથી શૌવિકના ઘરે સર્ચ ઓપરેશન ચાલુ છે. એનસીબી તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે, જ્યારે મિરાંડાના ઘરે બે કલાકના દરોડા બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. એનસીબી સેમ્યુઅલ મિરાંડાને પૂછપરછ માટે કચેરી લઈ ગઈ છે.
સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સુશાંતના મેનેજર રહી ચૂકેલા સેમ્યુઅલ મિરાંડાને કસ્ટડીમાં લીધો છે. આની પહેલાં સેમ્યુઅલ મિરાંડાના ઘરની શોધખોળ કરવામાં આવી હતી. તો બીજી તરફ ટીમ રિયા ચક્રવર્તીના ઘરની પણ શોધખોળ કરી રહી છે. એનસીબીએ ડ્રગ્સ મામલે જૈદ વિલાત્રા સહિત અત્યાર સુધી ૫ લોકોની ધરપકડ કરી છે. તેણે રિયા, શોવિક અને સેમ્યુઅલ સાથે કનેક્શન હોવાની વાત સ્વીકારી છે. એનસીબીની ટીમે રિયા અને સેમ્યુઅલનાં ઘરે મોબાઈલ, હાર્ડ ડિસ્ક અને લેપટોપની તપાસ કરી. રિયાની કાર પણ ચેક કરી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ચક્રવર્તી પરિવાર તપાસમાં ટીમને સાથ આપી રહ્યો છે.
શૌવિક-સેમ્યુઅલ સાથે કનેક્શન ધરાવતા ધરપકડ કરાયેલા ડ્રગ પેડલરો ઝૈદ વિલાત્રા અને અબ્દુલ બાસિત પરિહાર સાથે સીધું જોડાણ બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ એનસીબીની ટીમ સવારે ૬ઃ૪૦ વાગ્યે રિયાના ઘરે પહોંચી હતી. મુંબઈ પોલીસ અધિકારીઓ પણ એનસીબીની ટીમ સાથે હાજર છે. શૌવિક ડ્રગ્સના સોદામાં સામેલ હોવાના શંકાના આધારે પુરાવા એકત્રિત કરવા માટે આ ટીમ અહીં પહોંચી હતી. ભૂતકાળમાં, રિયા ચક્રવર્તી અને સુશાંતના સ્ટાફની ડ્રગ ચેટ્‌સ બહાર આવી હતી. ત્યારબાદથી દ્ગઝ્રમ્ની ટીમ આ કેસમાં સક્રિય છે.

Related posts

અભિનેતા વિકી અને કેટરિના હવે કોમર્શિયલ એડમાં સાથે જોવા મળશે

Charotar Sandesh

વેબ સિરિઝ સિટડલમાં પ્રિયંકા ચોપરા નજરે પડશે…

Charotar Sandesh

પોર્નોગ્રાફિક મામલો : શિલ્પ શેટ્ટીનો પતિ રાજકુન્દ્રા ૨૩ જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં

Charotar Sandesh