Charotar Sandesh
ઈન્ડિયા

સુશાંત સિંહ કેસને મહારાષ્ટ્ર વિરુદ્ધ બિહાર ન બનાવો : ઉદ્ધવ ઠાકરે

મુંબઇ : બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રાજકારણ ગરમાયુ છે. ભારતીય જનતા પાર્ટી તરફથી મહારાષ્ટ્ર સરકાર અને પોલિસ પર ઉઠાવવામાં આવેલ સવાલ પર પહેલી વાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જવાબ આપ્યો છે. ઉદ્ધવે કહ્યુ છે કે હું એ લોકોની નિંદા કરવા ઈચ્છીશ જે પોલિસની દક્ષતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે મુંબઈ પોલિસ અસમર્થ નથી. જો કોઈની પાસે આ કેસમાં પુરાવા હોય તો અમારી પાસે લાવી શકે છે અને અમે તેમની પૂછપરછ કરીશુ. દોષીને સજા આપીશુ પરંતુ આ કેસને મહારાષ્ટ્ર અને બિહાર બંને રાજ્યો વચ્ચે વિવાદ પેદા કરવાના બહાના તરીકે ઉપયોગ ન કરો.

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે સુશાંત સિંહ કેસમાં રાજ્ય સરકાર બેદરકારી કરી રહી છે. આના પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે વિપક્ષ ઈન્ટરપોલ કે નમસ્તે ટ્રમ્પા ફોલોઅર્સને પણ તપાસ માટે લાવી શકે છે. દેવેન્દ્ર ફડણવીસે સમજવુ જોઈએ કે આ એ જ પોલિસ છે જેની સાથે તેમણે પાંચ વર્ષ કામ કર્યુ છે. આ એ જ પોલિસ છે જેમણે કોરોના સામેની લડાઈમાં ઘણા બલિદાન આપ્યા છે.

Related posts

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની જાહેરાત : ગોવાની તમામ ખાનગી હોસ્પિટલોમાં ફ્રી થશે કોરોનાની સારવાર

Charotar Sandesh

લોકકડાઉન છતાં સરકારને જૂનમાં જીએસટી પેટે ૯૦,૯૧૭ કરોડની આવક થઇ…

Charotar Sandesh

સંસદનું શિયાળુ સત્ર ૧૮ નવેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી ચાલશે…

Charotar Sandesh