Charotar Sandesh
ઈન્ડિયા

સુસ્વાગતમ રાફેલ : આલા રે આલા ચીન-પાકિસ્તાન કા બાપ આલા… ભારતીય નૌસેનાએ કર્યું સ્વાગત…

સુખોઈના સુરક્ષા ચક્રમાં રાફેલ અંબાલા એરબેઝ પહોંચ્યા, રિસીવ કરવા માટે એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા હાજર…

નવી દિલ્હી : ભારતીય હવાઈ સીમામાં દાખલ થયેલા રાફેલ વિમાનનુ સૌથી પહેલુ સ્વાગત ભારતીય નૌસેનાએ કર્યુ હતુ.

આ વિમાનોએ જેવી ભારતની એર સ્પેસમાં એન્ટ્રી લીધી હતી કે તરત અરબી સમુદ્રમાં તૈનાત નૌ સેનાના યુધ્ધ જહાજ આઈએનએસ કોલકાતાએ રાફેલને રેડિયો સંદેશ પાઠવીને સ્વાગત કર્યુ હતુ.

કોલકાતાના કંટ્રોલ રુમમાંથી મોકલાયેલા મેસેજમાં કહેવાયુ હતુ કે, વેલકમ ટુ ઈન્ડિયન ઓસન…ડેલ્ટા 63 એરો લીડર, મે યુ ટચ ધ સ્કાઈ વિથ ગ્લોરી …હેપી હન્ટીંગ ..હેપી લેન્ડીંગ…

દરમિયા પાંચ વિમાનોની ટુકડીના લીડ પાયલોટે આ મેસેજ માટે નૌ સેનાનો આભાર માન્યો હતો અને કહ્યુ હતુ કે, ભારતીય નૌ સેનાના જહાજો અહીંયા ભારતની રક્ષા કરવા માટે મોજુદ છે એ જાણીને અમે સંતોષ અનુભવી રહ્યા છે.

ફ્રાન્સથી 7 હજાર કિમીનું અંતર કાપીને આજે પાંચ રાફેલ પહેલી વખત ભારતની જમીન પર આવશે. આપણી સરહદોના રખેવાળ અંબાલા એરબેઝ પર ઉતરશે. આ પાંચ ફાઈટર પ્લેનથી ભારતીય વાયુસેનના એ શક્તિ મળશે કે દુશ્મન નજર ઉઠાવવાનું પણ વિચારશે નહીં. અણુ બોમ્બ લઈ જવાની શક્તિ ધરાવતું આ વિમાન દુનિયામાં એક માત્ર એવું ફાઈટર એરક્રાફ્ટ છે, જે 55 હજાર ફુટની ઊંચાઈથી પણ દુશ્મનને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ શક્તિ આપણા પાડોશી પાકિસ્તાન અને ચીન બન્ને પાસે નથી. જે કહેવા માટે તો પાડોશી છે.. પણ નિયત હંમેશા દુશ્મનો જેવી રાખે છે.

Related posts

સતત પાંચમા દિવસે પેટ્રોલના ભાવમાં વધારો : ૯ દિવસમાં ૧.૧૯ રુપિયા મોંઘુ થયુ…

Charotar Sandesh

અનલોક-૨માં ૧ જુલાઈથી ચારધામના દર્શન વ્યવસ્થા શરૂ…

Charotar Sandesh

ભારતમાં કોરોના વાયરસની એન્ટ્રી..?, દિલ્હીમાં ૩, કેરળમાં ૫ લોકો શંકાસ્પદ…

Charotar Sandesh