Charotar Sandesh
બોલિવૂડ

સૂર્યવંશી અને ફિલ્મ ૮૩એ સૌથી વધુ નુકસાન ભોગવવું પડશે…

મુંબઇ : કોરોના વાયરસને લઈ આખી દુનિયા સહિત બોલિવૂડને પણ મોટું નુકસાન થયું છે. રોજ થતું શૂટિંગ બંધ છે અને કેટલીય ફિલ્મોની રીલિઝ તારીખ પણ ટાળી દેવામાં આવી છે. પરંતુ એ વચ્ચે અક્ષય કુમારની સુર્યવંશી અને રણવીર સિંહની ૮૩ ફિલ્મને સૌથી મોટું નુકસાન ભોગવવું પડશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનું ઈન્શોરેન્સ નથી થયું.
રોહિત શેટ્ટીની સુર્યવંશી ૨૪ માર્ચે રીલિઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસને કારણે અને લોકડાઉનના કારણે પહેલાથી જ ફિલ્મની રીલિઝ અટકાવી દેવામાં આવી છે. આ ફિલ્મોને એટલું તગડું નુકસાન ભોગવવું પડશે, કારણ કે તે હજુ રીલિઝ નથી થઈ. એક ખબર પ્રમાણે વાત કરીએ તો, ઈંશ્યોરેન્સ પોલીસીમાં કહેવામાં આવ્યું છે કે જે ફિલ્મ રીલિઝ નથી થઈ અથવા થિયેટરમાં લગાવવામાં નથી આવી, કોરોના વાયરસને લઈ લોકડાઉનમાં એનુ નુકસાન ભરપાઈ થઈ શકે એમ નથી.
અલાઈન્સ ઈંશ્યોરેન્સનું કહેવું છે કે, નુકસાન તો કવર નહીં થાય, પરંતુ એના ક્લાઈન્ટસ વેડર્સ સાથે વાતચીત કરીને અમુક વસ્તુઓને મેનેજ કરવામાં લાગ્યા છે. શૂટને રિશેડ્યુલ કરવું એક સામાન્ય વાત છે, પરંતુ ફિલ્મની રીલિઝ ડેટ ટાળવી એ એક કોમર્શિયલ કોલ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને લઈ સુર્યવંસી અને ૮૩ સિવાય કેટલીય ફિલ્મો પર અસર પડશે.

Related posts

નેવુંના દાયકાની એક્ટ્રેસીસે કોમેડીમાં ખૂબ મોટું કામ કર્યું છે : યામી

Charotar Sandesh

છોરી ફિલ્મના રોલ માટે રોજ હોરર ફિલ્મો જોતી હતીઃ નુસરત ભરૃચા

Charotar Sandesh

‘લાલ કપ્તાન’નું ત્રીજું અને ફાઈનલ ટ્રેલર રિલીઝ…

Charotar Sandesh