Charotar Sandesh
ગુજરાત

સોમવારથી અમદાવાદમાં દિવસનો કર્ફ્યૂ હટશે, રાત્રે યથાવત્‌ રહેશે : નીતિન પટેલ

અમદાવાદ : અમદાવાદ શહેર બાદ રાજકોટ, સુરત અને વડોદરામાં પણ રાત્રી કરફ્યૂ મુકવાની જાહેરાત થતાં જ લોકોમાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ફરી લોકડાઉન થવાના ભયે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે ત્યારે આ સમયે લોકડાઉન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક મોટું નિવેદન સામે આવ્યું છે જે આપ માટે જાણવા જેવું છે. કોરોનાની સ્થિતિત કાબુમાં કરવા માટે લાદવામાં આવેલા કરફ્યૂને પગલે આજે આ સ્થિતિ જોવા મળી રહી છે. શનિવાર રાત્રીના ૯ વાગ્યાથી સોમવારે સવારના ૬ વાગ્યા સુધી આ માહોલ જળવાય તે આપણી જવાબદારી છે અને સરકારનો હુકમ પણ છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વકરી છે જેને કારણે કરફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કરફ્યૂની અમલવારીને પગલે ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગત રાત્રીથી જ ગોઠવી દેવાયો હતો. જોકે આ કરફ્યૂના સમયે પણ કામ વગર બહાર નિકળનારાઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જણાવ્યા અનુસાર અમદાવાદમાં કરફ્યૂ લંબાવવાનો હાલ કોઈ જ નિર્ણય કરવામાં આવ્યો નથી કે તેની ચર્ચા કરવા કરવામાં આવી પણ નથી. તેમના નિવેદન અનુસાર સોમવારે સવારે છ વાગ્યાના સુમારે કરફ્યૂ પુરો થાય છે. જોકે સરકાર રાત્રી દરમિયાન અમદાવાદમાં કરફ્યૂની અમલવારી કરાવશે તેવી પણ તેમણે વાત કરી છે. સોમવારથી દિવસ દરમિયાનનો કરફ્યૂ હટી જશે અને રાત્રી દરમિયાન કરફ્યૂ યથાવત રહેશે. તેમણે કહ્યું કે, સરકાર કોઈ આંકડા છૂપાવતી નથી. ચાર શહેરોમાં રાત્રી કરફ્યૂ અમલ કરાયો છે. અમદાવાદમાં આવતીકાલે સોમવાર સવાર સુધી કરફ્યૂ રહેશે. મહાનગરોમાં રાત્રી કરફ્યૂ નવા આદેશો સુધી યથાવત રહેશે. કોરોનાની રસી માટે દુનિયાભરમાં પ્રયત્નો ચાલુ છે જે ટુંક સમયમાં આવી જશે.
અમદાવાદમાં કોએ સ્વયં જ કરફ્યૂની અમલવારીમાં સાથ આપ્યો હતો જોકે ૨૪૩ લોકો કરફ્યૂ દરમિયાન વગર કોઈ કામે બહાર નિકળ્યા તે લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરી છે. અત્યાર સુધી આ આંકડો ૩૪૩ સુધી પહોંચ્યો છે. પોલીસે તેમની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે દિવાળી સમયે લોકોએ કોરનાની ગાઈડલાઈન્સનો સરેઆમ ઉલાળીયો કરી નાખ્યો હતો. એટલું જ નહીં નેતઓએ પણ ચૂંટણી દરમિયાન અને પોતાના શક્તિ પ્રદર્શન દરમિયાન આ નિયમોને ઓહીયા કરી લીધા હતા. તંત્રએ તેઓ સામે પણ જે તે સમયે કોઈ કડક કાર્યવાહી કરી હોય કે ઉદાહરણ પુરુ પાડ્યું હોય તેવું સામે આવ્યું નથી.

Related posts

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર સામે ગુજરાત આરોગ્ય તંત્ર સજ્જ

Charotar Sandesh

સોમવારથી વિધાનસભાનું સત્ર તોફાની બનશે, અનેક મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે…

Charotar Sandesh

ગુજરાતમાં પહેલીવાર ૨૫ ગુજરાતી બનશે IPS : મહેસાણામાંથી સૌથી વધુ

Charotar Sandesh