Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

સોશિયલ મીડિયા પર #i_support_sunita_yadav ટ્રેન્ડિંગ : અમદાવાદમાં મૌન સમર્થન પ્રદર્શન…

કોન્સ્ટેબલ સુનિતા યાદવ સુરત પોલીસ કમિશનરને મળવા પહોંચ્યા, મીડિયા સાથે વાત કરતા અટકાવાયા…

સુરત : આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા પોલીસ કર્મચારી વચ્ચે થયેલી રકઝકનો મામલો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે.

સોશિયલ મીડિયા પર #i_support_sunita_yadav ટ્રેન્ડિંગ પર છે. 29 હજારથી વધુ લોકો સુનિતાના સપોર્ટમાં ટ્વિટ કરી ચૂક્યા છે. અને પૂર્વ IPS DG વણઝારાએ સુનિયાની હિંમતને બિરદાવી સપોર્ટમાં ટ્વિટ કર્યું છે.

બીજીતરફ અમદાવાદમાં લોકરક્ષક સુનિતા યાદવના સમર્થનમાં મૌન પ્રદર્શન કરાયું છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, મંત્રી પુત્ર પ્રકાશ કાનાણી અને તેના મિત્રો સામે ગુનો નોંધાયો હતો અને તેઓ હાલ જામીન પર છૂટી ગયા છે.

સમગ્ર ઘટના ક્રમ વચ્ચે કોન્સ્ટેબલ સુનિતા યાદવ હાલમાં જ સુરત પોલીસ કમિશનરને મળવા પહોંચ્યા છે. તેમને મીડિયા સાથે વાત કરવા પ્રયાસ કર્યો હતો. જોકે હાજર પોલીસ કર્મચારી – અધિકારીઓએ તેમને એમ કરતાં અટકાવ્યા હતા. પોલીસ સાથે ઝપાઝપી થઈ હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે.

Related posts

કોરોના વચ્ચે સુરતનું હીરા બજાર ફરી ધમધમ્યું : સંક્રમણ અટકાવવા શપથવિધિ-રાષ્ટ્રગાન ફરજિયાત

Charotar Sandesh

સરદાર સરોવર નર્મદા ડેમમાં જળ સપાટી વધીને ૧૨૧.૦૮ મીટરે પહોંચી…

Charotar Sandesh

વરસાદી માહોલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત નર્મદા ડેમ આસપાસ મિની કાશ્મીર જેવા આહલાદક દ્રશ્યો, જુઓ

Charotar Sandesh