Charotar Sandesh
સ્પોર્ટ્સ

સૌથી ઝડપી ૪,૦૦૦ રન અને ૧૫૦ વિકેટ લેનાર બીજો ખેલાડી બન્યો સ્ટોક્સ

નવી દિલ્હી : ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડના હાલના કામચલાઉ કેપ્ટન બેન સ્ટોક્સે ઇતિહાસ રચ્યો છે. પહેલી ઇનિંગમાં માત્ર ૪૯ રન આપીને ચાર વિકેટ લેનાર સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટમાં ૧૫૦ વિકેટ પૂરા કર્યા છે. આ સાથે સ્ટોક્સના નામે હવે ટેસ્ટ ફોર્મેટમાં ૪,૦૦૦થી વધુ રન અને ૧૫૦થી વધુ વિકેટનો રેકોર્ડ નોંધાયો છે. ઉપરાંત, ટેસ્ટ ક્રિકેટમાં એવું કરનાર તે ઇંગ્લેન્ડનો બીજો અને વર્લ્ડનો છઠ્ઠો ઓલરાઉન્ડર બની ગયો છે.
સ્ટોક્સે ૬૪મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી છે. આપને જણાવી દઈએ કે સ્ટોક્સ પહેલા વેસ્ટ ઇન્ડિઝના ગેરી સોબર્સ, સાઉથ આફ્રિકાના જેક કેલિસ, ઇંગ્લેન્ડના ઇયાન બોથમ, ભારતના કપિલ દેવ અને ન્યુઝીલેન્ડના ડેનિયલ વિટોરી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ટેસ્ટ ફોર્મેટમાં સૌથી ઝડપી ૪,૦૦૦ રન અને ૧૫૦ વિકેટ લેનાર સ્ટોક્સ બીજો ખેલાડી બન્યો છે. આ પહેલા વેસ્ટ ઇન્ડિઝના ગેરી સોબર્સે આ પરાક્રમ સર્જ્યો હતો.
સોબર્સે આ વિક્રમ ૬૩મી ટેસ્ટ મેચમાં સર્જ્યો હતો. સ્ટોક્સના નામે અત્યાર સુધી ૬૪* ટસ્ટેમાં ૧૫૧ વિકેટ અને ૪,૦૯૯ રન છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝના મેચની વાત કરીએ તો પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડે ૨૦૪ રન બનાવ્યા. જ્યારે વેસ્ટ ઇન્ડિઝે ૩૧૮ રન બનાવ્યા. મેચના ત્રીજા દિવસે ઇગ્લેન્ડની ટીમે બીજી ઈનિંગમાં કોઈ વિકેટ ગુમાવ્યા વગર ૧૫ રન બનાવ્યા છે.

Related posts

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ આઈસીસી ટીમ ઓફ ધ ડેકેટની જાહેરાત કરી…

Charotar Sandesh

૨૪ માર્ચે આઈપીએલને લઈને મોટો નિર્ણય, વીડિયો કોન્ફરન્સથી થશે મહત્વની બેઠક…

Charotar Sandesh

શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર…

Charotar Sandesh