Charotar Sandesh
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓ વધતા ઓનલાઇન ટિકિટની મર્યાદા હટાવાઇ…

નવેમ્બર ૨૦૨૦માં ૨૦ હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા…

ડિસેમ્બર ૨૦૨૦ માં ૩૭ હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા…

નર્મદા : કોરોના મહામારીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ૮ મહિના પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીને ૩૧ ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સાથે દેશના તમામ પ્રવાસન ધામોને પણ કેવડિયાથી જ પ્રવાસીઓ માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા. ૩૧ ઓક્ટોબર બાદ ૧ નવેમ્બરથી એન્ટ્રી ટિકિટ ૨૫૦૦ પ્રવાસીઓ માટે અને વ્યૂવિંગ ગેલેરીમાં ૫૦૦ પ્રવાસી, એમ પ્રવાસીઓના ૫ સ્લોટ પાડવામાં આવ્યા હતા. હાલ પ્રવાસીઓ માટે મોટી વાત એ છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની એન્ટ્રીની લિમિટ વધારી દેવાઈ છે. કોરાના કાળમાં પ્રવાસીઓ પણ ઘરમાં રહી કંટાળી ગયા છે. ત્યારે મોટાભાગના લોકો ગયા એટલે ગુજરાતીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વધુ આવવાનું પસંદ કરે છે.
તેમજ અહી વિવિધ નવી સુવિધાઓનો ઉમેરો પણ કારયો છે. પ્રવાસીઓના બુકિંગને જોઈ એસઓયુ માં ટિકિટની મર્યાદા ૨૫૦૦ થી વધારી ૭ હજાર વધારવામાં આવી હતી. વ્યૂઇંગ ગેલેરીની ટિકિટ પાંચ સ્લોટ પ્રમાણે ઓનલાઇન આપવામાં આવતી હતી. નર્મદા જિલ્લાનું કેવડિયા પ્રવાસન ધામ નવા વર્ષની ઉજવણીમાં પણ સૌથી વધુ આકર્ષણ જમાવી રહ્યું છે. પ્રવાસીઓનો ધસારો અને ઓનલાઇન બૂકિંગ ફૂલ થઇ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા પાંચ સ્લોટમાં વ્યૂ ગેલેરીમાં ૫૦૦ પ્રવાસીઓની લિમિટ હતી, જેમાં રોજની ૫૫૦૦ પ્રવાસીઓ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં ટોટલ ૭૦૦૦ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો હતો.
કોરોનાકાળમાં લાંબુ લોકડાઉન ભોગવી કંટાળેલી ગુજરાત સહિત ભારતભરની જનતા હજુ શહેરી વિસ્તારમાં રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. ત્યારે દિવસેને દિવસે પ્રવાસીઓ ભલે ઓનલાઇન ટિકિટ ન મળે તોય ફરવા માટે એસઓયુ પર આવી પહોંચ્યા છે. હાલ તંત્ર દ્વારા જે ૭ હજાર પ્રવાસીઓની ઓનલાઇન ટિકિટ અપાતી હતી, જેમાં એન્ટ્રી ટિકિટમાં મર્યાદા કાઢી નાખવામાં આવી છે. પરંતુ વ્યૂવિંગ ગેલેરીમાં હજી પણ ૭ હજાર પ્રવાસીઓની મર્યાદા પ્રમાણે ટિકિટ અપાય છે. જોકે હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું લોકાર્પણ કેવડિયામાં કરવામાં આવ્યું અને પ્રધાનમંત્રી આશાવાદ છે કે, હવે આવનારા દિવસોમાં રોજના ૧ લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવશે. અને હવે નવા વર્ષમાં ૨૦૨૧ પણ ૧ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધીમાં રોજના ૧૫ હજાર કરતા વધુ પ્રવાસીઓ આવી રહ્યાં છે.

Related posts

સમગ્ર રાજયમાં ધમધમતી કેમિકલ ફેકટરીઓનો સર્વે કરવા માટે અપાઇ સૂચના…

Charotar Sandesh

પતંગરસિકો માટે સમાચાર : ગુજરાતમાં ઉત્તરાયણના બે દિવસને લઈ અંબાલાલ પટેલે કરી આ આગાહી

Charotar Sandesh

Gujarat : આગામી ત્રણ દિવસમાં ગુજરાત રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે

Charotar Sandesh