Charotar Sandesh
ગુજરાત

સ્ટેટ મોનીટરીંગ સેલની જુગાર રેઇડના પગલે મહુવા પો.સ્ટે.ના પી.આઇ.ને સસ્પેન્ડ કરતાં DG આશિષ ભાટિયા

ગાંધીનગર : રાજ્યમાં દારૂ અને જુગાર સહિતની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કોઇપણ સંજોગોમાં નહિ ચાલે તે અભિગમને વધુ એક વાર સ્પષ્ટ કરતાં રાજ્ય પોલીસ વડા શ્રી આશીષ ભાટિયા દ્વારા આજ રોજ એક પી.આઇ.ને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

ગત તા. ૦૩/૦૯/૨૦૧૯ના રોજ ભાવનગર જીલ્લાના મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારના એક સ્થળે રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એક જુગારની રેઇડ કરવામાં આવેલ હતી. આ રેઇડમાં કુલ રૂા. ૪.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો. આ રેઇડના અનુસંધાને આવી જુગારની પ્રવૃત્તિની બાતમી મેળવવામાં તેમજ આવી પ્રવૃત્તિ રોકવાની નિષ્ફળતા બદલ ડી.જી.પી.શ્રી દ્વારા આજરોજ મહુવા પોલીસ સ્ટેશનના પી.આઇ. શ્રી એમ.બી.નકુમને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.

Related posts

મૂળ ગુજરાતના પટેલ પરિવારની કારનો યુએસમાં અકસ્માત, ૨ દીકરાએ દમ તોડ્યો…

Charotar Sandesh

ગુજરાત પોલીસનું ટ્‌વીટર એકાઉન્ટ થયું હેક : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્‌વીટ કરી માહિતી આપી

Charotar Sandesh

સુરતમાં અસામાજિક તત્વોએ છરીની અણીએ ચલાવી લૂંટ, વીડિયો વાયરલ

Charotar Sandesh