Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

સ્વિમિંગ પુલમાં મોજમસ્તી કરતાં યુવાનોનો વિડીયો વાયરલ થતાં પાર્ટી પ્લોટ સંચાલકની ધરપકડ…

આણંદ-વિદ્યાનગર ખાતે આવેલ સાથિયા પાર્ટી પ્લોટના સંચાલકને કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવો ભારે પડ્યો…
એક વ્યક્તિ દીઠ ર૦૦ રૂપિયા ઉઘરાવી બાળકોના જીવ જોખમમાં મુકાવનાર સંચાલકની વિદ્યાનગર પોલીસે ધરપકડ કરી…
સ્વિમિંગ પુલમાં ૬૦ થી ૭૦ જેટલા યુવાનો-બાળકો મોજમસ્તી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો…

આણંદ : શહેર સહિત જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે જિલ્લામાં મીનિ લોકડાઉન જાહેર કરાયો છે. તેવામાં આણંદના એક પાર્ટી પ્લોટના સ્વિમિંગ પુલમાં ૬૦ થી ૭૦ જેટલા કિશોરો, યુવાનો અને બાળકો મોજ મસ્તી કરતા નજરે ચઢ્યા હોવાનો વીડિયો વાઈરલ થતા ચકચાર મચી છે. જે બાદ પોલિસે ઘટનાસ્થળે પહોંચી જઈ પાર્ટી પ્લોટ સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે, આણંદ, વિદ્યાનગર, કરમસદમાં કલેકટરનું જાહેરનામું પણ અમલમાં છે. ત્યારે આણંદના સાથિયા પાર્ટી પ્લોટમાં સરકારની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કરવો સંચાલકને ભારે પડ્યો છે. સ્વિમિંગ પુલના માલિક દ્વારા ૬૦ થી ૭૦ લોકોને ભેગા કરી મોજ મસ્તી કરતા હોવાના વીડિયો વાઈરલ થયા છે. મહત્વનું છે કે એક વ્યક્તિ દીઠ ૨૦૦ રુપિયા સ્વિમિંગ કરવાના ઉઘરાવતા હતા.

નોંધનીય છે કે, શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે, ત્યારે આવી ઘટનામાં મોજમસ્તી કરતા યુવાનોનો જીવ જોખમમાં તેવા સંજોગોમાં વાલીઓ દ્વારા બાળકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવે તે જરૂરી છે.

Related posts

પેટલાદના સુણાવ ગામની સ્કૂલમાં ૪ શિક્ષિકાઓ શંકાસ્પદ કોરોનાની ચપેટમાં આવતાં ૧૫ દિવસ માટે સ્કૂલ બંધ કરાઈ

Charotar Sandesh

આણંદ : કોરોના વેક્સિન આપવા માટે ડેટાબેઝ પ્લાન તૈયાર કરવા જિલ્‍લા વહીવટીતંત્રનું આયોજન…

Charotar Sandesh

આણંદ : આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આર.ટી.ઓ સંકુલ જિલ્લાની જનતાની સેવા માટે લોકાર્પણ…

Charotar Sandesh