Charotar Sandesh
ઈન્ડિયા

હરિયાણામાં કિસાનો પર લાઠીચાર્જ : પોલીસે ટીયર ગેસ છોડ્યા…

મુખ્યમંત્રી ખટ્ટર કિસાનો સાથે સંવાદ કરવા કરનાર પહોંચ્યા હતા…

કરનાલ : હરિયાણા સીએમ મનોહરલાલ ખટ્ટરના કાર્યક્રમનો ખેડૂતોએ વિરોધ કર્યો છે. કરનાલમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. સ્થિતિ બગડી તો તેને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો. પહેલા ખેડૂતોને પાછળ હટવાનું કહેવાયું હતું. હરિયાણામાં સ્થિતિ કાબૂ બહાર જતા પોલીસે પાણીનો મારો કરીને ખેડૂતોને પાછળ કરવાની કોશિશ પણ કરવી પડી.
સૂબામાં સત્તાધારી પાર્ટી ભાજપની મહાપંચાયત હતી. પ્રદેશના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે નવા કૃષિ કાયદાની જાણકારી આપવા માટે પ્રદેશના દરેક જિલ્લામાં કિસાન મહાપંચાયત કરવાની જાહેરાત કરી હતી. સીએમની પહેલી મહાપંચાયત કરનાલ ગામ કેમલામાં થવાની હતી. આ કાર્યક્રમનો ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા હતા. કાર્યક્રમના વિરોધમાં કરનાલમાં ખેડૂતોએ ખુબ હોબાળો મચાવીને સરકારને કડક ચેતવણી આપી આરપારની લડાઈની ધમકી આપી છે.
કરનાલમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના કારણે હાલાત તણાવપૂર્ણ છે. કાળા ઝંડા સાથે કાર્યક્રમ સ્થળની તરફ જતા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો. ટીયર ગેસના સેલ છોડ્યા અને વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો. ખેડૂતો સતત નારેબાજી કરી રહ્યા છે.
જો કે, કિસાનો અને ખેડૂતો વચ્ચે કૃષિ આંદોલન અંગે અનેક બેઠકો યોજાઇ ચૂકી છે. છતાં તેનું કોઇ પરિણામ આવ્યું નથી. સીએમ ખટ્ટર પણ કિસાનો સાથે સંવાદ કરી કૃષિ કાયદા અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા માગે છે. ખટ્ટર પહેલાં પણ કહી ચૂક્યાં છે કે, એમએસપી દૂર કરવામાં નહીં આવે.

ખટ્ટર સરકાર કિસાન મહાપંચાયતના ઢોગ બંધ કરેઃ સૂરજેવાલ
આ ઘટના પર કોંગ્રેસે મુખ્યમંત્રી ખટ્ટર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું કે, ખટ્ટર સરકાર કિસાન મહાપંચાયતના ઢોંગ બંધ કરે. સૂરજેવાલાએ ટ્‌વીટ કર્યું કે, મનોહલ લાલ જી, કરનાલના કૈમલા ગામમાં કિસાન મહાપંચાયતનો ઢોંગ બંધ કરો. ખેડૂતોની સંવેદનાઓ અને ભાવનાઓ સાથે રમત રમીને કાયદો વ્યવસ્થા બગાડવાનું ષડયંત્ર બંધ કરો. સંવાદ જ કરવો છે, તો છેલ્લા ૪૬ દિવસોથી સરહદો પર ધરણા કરી રહેલા ખેડૂતો સાથે કરો ને.

Related posts

ભારતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૭૨૬ થઈ, ૧૯ના મોત…

Charotar Sandesh

આત્મનિર્ભર બજેટમાં ચૂંટણીલક્ષી સ્ટ્રોક : અસમ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ પર ઓળઘોળ મોદી સરકાર…

Charotar Sandesh

ભારત બાયોટેકની કોવેક્સિનને WHOની મંજૂરી મળવાની પ્રબળ શક્યતાઓ

Charotar Sandesh