Charotar Sandesh
ગુજરાત

હવે ડ્રગ્સનું સેવન-સંગ્રહ કરનારની માહિતી આપનારને મોટું ઈનામ મળશે…

ડ્રગ્સની હેરફેર રોકવા સરકારની નવી નીતિ…

ગાંધીનગર : મુંબઈની જેમ ગુજરાતમાં પણ નશીલા પદાર્થોનું સેવન વધવા લાગ્યું છે, જેને લીધે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું હોવાથી ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે અને તેણે ગુજરાતની એન્ટી-નાર્કોટિકની નીતિમાં ધરખમ ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડમાં ડ્રગ્સનું સેવન બહાર આવતાં દેશભરમાં એના પડઘા પડ્યા છે, ત્યારે ૧૯૬૧માં અસ્તિત્વકાળની દારૂબંધી ધરાવતું ગુજરાત એન્ટી-નાર્કોટિક અને સાઇકોટ્રોપિક સબસ્ટાન્સીસ નીતિ જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
ડ્રગ્સની નવી નીતિમાં પોલીસને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટાન્સીસ (એનડીપીએસ) કાયદા હેઠળના આરોપીની મિલકત ટાંચમાં લેવા વધુ સત્તા અપાશે. નશીલા અને સાઇકોટ્રોપિક પદાર્થોનાં સેવન અને સંગ્રહની માહિતી આપનારાં પોલીસ અને પ્રજાને ઈનામ આપવાની પણ દરખાસ્ત છે. રાજ્ય ગૃહ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, નીતિનો પ્રથમ મુસદ્દો તૈયાર છે અને એને મુખ્યમંત્રી સુધી મોકલવામાં આવ્યો છે. ડ્રગ સીલિંગ માટે ગુજરાતનો ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ થઈ રહ્યો હોઈ એન્ટી-નાર્કોટિક નીતિ અમલમાં મૂકવામાં આવશે.
છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં કચ્છના જખૌ કાંઠેથી ૧૩૫૪ કિલો ચરસ સહિત નાર્કોટિકનો મોટો જથ્થો પકડાયો છે. નવી નીતિના મુસદ્દા મુજબ, એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારીને નાર્કોટિક બાબતે મળેલી બાતમીના સંદર્ભમાં બાતમીદારને યોગ્ય બદલો આપવાનો નિર્ણય કરવાની સત્તા અપાશે. અગાઉ સ્ટેશન રેડ ઓફિસરને એનડીપીએસના આરોપીની પ્રોપર્ટી જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવાની સત્તા અપાઈ હતી, પણ નવી નીતિમાં ક્રાઈમ બ્રાંચ જેવી તમામ રાજ્ય પોલીસ એજન્સીઓને આવી સત્તા રહેશે.

Related posts

રાજ્યના તલાટી કમ મંત્રીઓ માટે સારા સમાચાર : ભથ્થુ રૂ. ૯૦૦ થી વધારીને ૩ હજાર કરાયુ, જુઓ વિગત

Charotar Sandesh

મુખ્યમંત્રી રૂપાણીની કોર્પોરેટરોને કોન્ટ્રાક્ટરગીરી ન કરવા સખ્ત ચેતવણી…

Charotar Sandesh

અમદાવાદમાં પોલીસકર્મી સહિત ડ્રગ્સ ડીલરો ઝડપાયા : ૧ કરોડ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા

Charotar Sandesh