Charotar Sandesh
ઈન્ડિયા

હવે રાજસ્થાનનો વારો… ભાજપનો ધડાકો… કોંગ્રેસના ૩ ડઝન ધારાસભ્ય અમારા સંપર્કમાં…!

મુખ્યમંત્રી અશોક ગહલોત અને સચિન પાયલટ વચ્ચે વિધાનસભા ચૂંટણી બાદથી જ અણબનાવ હોવાના અહેવાલ સામે આવતાં રહ્યા છે…

જયપુર : મધ્ય પ્રદેશ બાદ કોંગ્રેસ શાસિત વધુ એક મોટા રાજયમાં રાજકીય પારો વધી ગયો છે. મુખ્યમંત્રી અશોક ગહલોત અને નાયબ-મુખ્યમંત્રી સચિન પાયલટ ની વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં જીત બાદથી જ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મતભેદ રહ્યા છે.

હવે ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન એકમ સાથે જોડાયેલા સૂત્રોએ નવો દાવો કરી સૌને ચોંકાવી દીધા છે. તેમનો દાવો છે કે કોંગ્રેસના ત્રણ ડઝન અસંતુષ્ટ ધારાસભ્ય બીજેપીના સંપર્કમાં છે. બીજેપીના સૂત્રોના દાવા પર ભરોસો કરવામાં આવે તો મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથની જેમ જ રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી અશોક ગહલોતની સરકાર ખતરામાં છે.

સૂત્રોનું માનીએ તો રાજયના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ મુખ્યમંત્રી અશોક ગહલોતથી નારાજ છે. મળતી માહિતી મુજબ, પાયલટ કોંગ્રેસ હાઇકમાન્ડથી ગહલોતની ફરિયાદ પણ કરી ચૂકયા છે. નાયબ-મુખ્યમંત્રી ઉપરાંત તેમના પક્ષના ધારાસભ્ય પણ અશોક ગહલોતથી નારાજ હોવાનું ચર્ચાય છે. હાલમાં જ વિધાનસભામાં પણ પાયલટ કેમ્પના અનેક ધારાસભ્ય ગહલોત સરકાર પર સવાલ ઊઠાવી ચૂકયા છે.

નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણી બાદ અશોક ગહલોતને રાજસ્થાનની કમાન સોંપ્યા બાદ જ પાયલટ અને તેમની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. આ દરમિયાન, બીજેપીના સૂત્રોએ રાજસ્થાન કોંગ્રેસના ત્રણ ડઝન અસંતુષ્ટ ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં હોવાનો દાવો કરી દીધો છે. રાજસ્થાનમાં વિધાનસભાની કુલ ૨૦૦ સીટ છે, એવામાં સરકાર બનાવવા માટે ૧૦૧ ધારાસભ્યોની જરૂર હોય છે. વર્ષ ૨૦૧૮માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૯૯ સીટો પર જીત મેળવી હતી. સહયોગી અને અપક્ષ ધારાસભ્યોની મદદથી કોંગ્રેસે સરળતાથી બહુમત આંકડો પાર કરી દીધો. બીજી તરફ, વર્ષ ૨૦૧૩માં પ્રચંડ બહુમતની સાથે રાજસ્થાનની સત્ત્।માં આવનારી બીજેપીને માત્ર ૭૩ સીટ જ મળી શકી હતી. જેથી ચૂંટણી બાદ બીજેપીને વિપક્ષમાં બેસવું પડ્યું. આ બંને પાર્ટીઓ ઉપરાંત બીએસપીના ખાતામાં ૬ અને રાષ્ટ્રીય દળના ખાતામાં એક સીટ આવી હતી.

Related posts

૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૯૬૩૩ પોઝિટિવ કેસ : ૨૬૦ના મોત

Charotar Sandesh

બાળકે બનાવ્યું PM મોદી પર ગલી બોય રેપ, થઇ રહ્યું છે વાયરલ

Charotar Sandesh

અમેરિકી વિદેશ પ્રધાન ભારતના વડાપ્રધાન પર આફરીન…. કહ્યું ‘મોદી હૈ તો મુમકિન હૈ…’

Charotar Sandesh