Charotar Sandesh
ઈન્ડિયા

હાથરસ કાંડ : પીડિતાના કપડાં સીબીઆઇ ટીમ લઇ જતાં હલચલ…

લખનૌ : હાથરસ ગેંગરેપ અને હત્યા કેસમાં સીબીઆઈ તપાસ વધુ ઝડપી બની છે. સીબીઆઈની ટીમ પીડિતના ઘરે ગઈ હતી અને તેની માતા અને ભાભીની પૂછપરછ કરી હતી. લગભગ ૫ કલાકની પૂછપરછ કર્યા બાદ ટીમ ત્યાંથી નીકળી ગઈ અને પીડિતાના કપડા લઈ ગઈ, જે તેણે ઘટના સમયે પહેર્યા હતા. શનિવારે હાથરસ કેસમાં સીબીઆઈની ટીમે કરેલી તપાસનો પાંચમો દિવસ હતો.
હાથરસ ઘટનાની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમે પાંચમા દિવસે શનિવારે ફરી તેના ગામમાં દસ્તક દીધી હતી. ડીએસપી સીમા પાહુજાની સાથે ટીમ પીડિત પરિવારના ઘરે પહોંચી હતી અને પરિવાર સાથે વાત કરી હતી. માનવામાં આવે છે કે તેના માતા અને ભાભી તરફથી માહિતી મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીડિતાની માતા ૧૪ સપ્ટેમ્બરના રોજ ઘટનાસ્થળ પર પહોંચી હતી. તેમનું નિવેદન લોકલ પોલીસ અને એસઆઈટી સામે આવી ગયું છે.
સીબીઆઈની ટીમ ફરીથી તે સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં પીડિતા પર ગેંગરેપ થયો હોવાનું કહેવાયું હતું. હકીકતમાં એક ખેતરના માલિકના પુત્ર વિક્રમ ઉર્ફે છોટુ સાથે શુક્રવારે વાત કર્યા બાદ ફરીથી સીબીઆઈ ફરીથી એ ઘટના પર જઇ તપાસ કરવા લાગ્યું તે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
વિક્રમે અગાઉ એસઆઈટી અને મીડિયાને જણાવ્યું હતું કે ઘટનાના દિવસે જ્યારે તે ખેતરમાં ગયો હતો ત્યારે છોકરી જમીન પર પડી હતી અને તેની માતા અને ભાઈ હાજર હતા. તેની સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈએ પોતાના કેમ્પ કાર્યાલય પર ઘટનાના દિવસે પીડિતાની સૌથી પહેલાં સારવાર કરનાર ડૉકટર્સની પણ પૂછપરછ કરી હતી.

Related posts

મુઝફ્ફરનગર ફેમિલી કોર્ટનો અનોખો નિર્ણય : પતિને દર મહિને ૨૦૦૦ રૂપિયા આપવાનો પત્નીને આદેશ…

Charotar Sandesh

કુલગામમાં એન્કાઉન્ટર : સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા…

Charotar Sandesh

રાહુલ ગાંધીની નાગરિકતા અંગેની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી

Charotar Sandesh