Charotar Sandesh
બોલિવૂડ

હાથરસ ગેન્ગરેપની ઘટના પર ભડક્યુ બૉલીવુડ, દોષીઓને કડક સજા કરવાની માંગ કરી

મુંબઈ : બૉલીવુડ એક્ટર અક્ષય કુમાર, ફરહાન અખ્તર, ઋચા ચઢ્ઢા સહિતના અન્ય સેલેબ્સે ઉત્તર પ્રદેશના હાથરસમાં ૧૯ વર્ષની છોકરી પર થયેલા સામૂહિક દુષ્કર્મ અને તેના મોત મામલે દોષીઓને કડક સજા કરવાની માંગ કરી છે. છોકરીનો ૧૪ સપ્ટેમ્બરે સામૂહિક બળાત્કાર થયો, તેને અલીગઢના જવાહર લાલ નહેરુ મેડિકલ કૉલેજ અને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી હતી. બળાત્કાર બાદ આરોપીઓએ યુવતીની ગળુ દબાવીને હત્યા કરવા માંગી હતી, અને તેને બચવાના પ્રયાસમાં પોતાની જ જીભ કાપી નાંખી. તેની સ્થિતિમાં કોઇ સુધારો ના આવતા સોમવારે તેને દિલ્હીની સફદરગંજ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી, જ્યાં તેનુ મોત થઇ ગયુ, અને મંગળવારે મોડીરાત્રે તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો હતો.
આ ઘટનાને લઇને બૉલીવુડ બહુજ ગુસ્સામાં આવી ગયુ છે. તેમને લઇને સોશ્યલ મીડિયા પર પોતાના મત વ્યક્ત અને માંગ કરી છે. અક્ષય કુમારે લખ્યું- ઘટનાથી તે બહુજ ક્ષુબ્ધ અને નિરાશ છે, અને તેને દોષીઓને ફાંસી આપવાની માંગ કરી છે. અક્ષય કુમારે લખ્યું- હાથરસ સામૂહિક બળાત્કારમાં આટલી ક્રૂરતા, બર્બરતા. ક્યારે બંધ થશે આ બધુ? આપણો કાયદો અને તેનુ અનુપાલને એટલુ મોટુ હોવુ જોઇએ કે સજાનુ વિચારીને જ બળાત્કાર કરનારાઓ કાંપી જાય. આવા દોષીઓને ફાંસી પણ લટકાવી દેવા જોઇએ. દીકરીઓ અને બહેનોની સુરક્ષા માટે અવાજ ઉઠાવો, આપણે કમ સે કમ આટલુ તો કરી શકીએ છીએ.
અભિનેત્રી કૃતિ સેનને લખ્યું- આ શેતાન હવે આ અમાનવીય કૃત્યોના પરિણામોને સમજશે? હું એવી કોઇ સજા નથી વિચારી શકતી કે આ બર્બરતા માટે પર્યાપ્ત હોય. ફાંસી આપવી? માથામાં ગોળી મારવી? સાર્વજનિક રીતે પથ્થર મારીને હત્યા કરવી? છતાં લાગે છે કે આ બધુ ઓછુ છે. ઋચા ચઢ્ઢાએ લખ્યું છે- હાથરસ પીડિતાને ન્યાય મળે, તમામને સન્માનની સાથે જીવવાનો અધિકાર છે, દોષીઓને સજા આપો.

Related posts

શાહરૂખ ખાનની દિવાળી સુધરી : આર્યન ખાનને ૨૬ દિવસ બાદ જામીન મળ્યા

Charotar Sandesh

કરીના કપૂર ઈન્સ્ટાગ્રામમાં ડેબ્યૂ કરશે..?!!

Charotar Sandesh

કોરોના વાયરસ પર બનેલી દુનિયાની પહેલી ફિલ્મ ’કોરોના જોમ્બીઝ’ રિલીઝ…

Charotar Sandesh