Charotar Sandesh
સ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યા અનફિટ : ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરિઝમાંથી બહાર…

મુંબઇ : ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સંપૂર્ણ રીતે મેચ ફિટનેસ હાસિલ કરી શક્યો નથી અને તેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આગામી ટેસ્ટ સિરીઝ માટે પણ બહાર કરી દેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંર્ટોલ બોર્ડએ શનિવારે આ જાણકારી આપી છે.
બીસીસીઆઈ તરફથી જારી નિવેદન પ્રમાણે, પંડ્યા લંડન ગયો હતો જ્યાં તેની સાથે નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ ફિઝિયો આશીષ કૌશિક પણ રહ્યાં હતા. લંડમાં સર્જન ડો. જેમ્સ એલીબોને તેની તપાસ કરી છે.
નિવેદન પ્રમાણે, હાર્દિક એનસીએમાં રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થશે, જ્યારે તે સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે નહીં. હાર્દિક પંડ્યા પાછલા વર્ષે સપ્ટેમ્બરથી મેદાનથી દૂર છે. તેણે આફ્રિકા વિરુદ્ધ સપ્ટેમ્બરમાં બેંગલુરૂમાં અંતિમ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૫ મેચોની ટી૨૦ સિરીઝ બાદ ૩ વનડે અને ૨ ટેસ્ટ મેચોની સિરીઝ રમાશે. ભારતીય ટીમે ટી-૨૦માં ૪-૦ની લીડ બનાવી લીધી છે અને સિરીઝની પાંચમી અને અંતિમ ટી૨૦ રવિવારે માઉન્ટ મોનગાનુઈમાં રમાશે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ વેલિંગ્ટનમાં ૨૧ ફેબ્રુઆરીથી રમશે. જ્યારે સિરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ ક્રાઇસ્ટચર્ચમાં ૨૯ ફેબ્રુઆરીથી શરૂ થશે.

Related posts

પાકિસ્તાન સામેની મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશું : કેપ્ટન કોહલી

Charotar Sandesh

બ્રિસ્બેન ટેસ્ટ : ભારતીય બોલર નવદીપ સૈની ઇજાગ્રસ્ત…

Charotar Sandesh

યુવરાજ સિંહ અને ધોનીને ૨૦૧૩માં દોડવું વધુ પસંદ ન હતુંઃ રોહિત શર્મા

Charotar Sandesh