Charotar Sandesh
સ્પોર્ટ્સ

હાર્દિક પંડ્યા હાલ ફેમિલીની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યો, શ્રીલંકા પ્રવાસ પહેલાં તેની તસવીરો થઈ વાયરલ…

ન્યુ દિલ્હી : ક્રિકેટથી દૂર ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ ફેમિલીની સાથે ઘરે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યો છે. આઈપીએલ ૨૦૨૧ સસ્પેન્ડ થયા બાદથી પંડ્યા સો.મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સતત પોતાની અને પત્ની નતાશા સ્ટેનકોવિક અને દીકરા અગસ્ત્યના ફોટો અને વીડિયો સો.મીડિયા પર શેર કરતો રહે છે.
પંડ્યાએ તાજેતરમાં પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે ફલાઇટમાં બેસીને કંઇક પીતો દેખાય છે. હાર્દિકે ફોટોનું કેપ્શન લખ્યું, ચિલિંગ ઇન ધ ક્લાઉડસ. હાર્દિક પંડ્યાના આ ફોટો પર નતાશાએ બે હાર્ટવાળા ઇમોજીની સાથે રિએકટ કર્યું છે.
એક દિવસ પહેલાં હાર્દિકે પત્ની નતાશા, દીકરા અગસ્ત્ય, અને મોટા ભાઇ કૃણાલની સાથે ફલાઇટમાં બેઠેલો ફોટો શેર કર્યો હતો. હાર્દિક અને કૃણાલની શ્રીલંકાના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં પસંદગી થઇ છે. ટીમ ઇન્ડિયા જુલાઇમાં યજમાન શ્રીલંકાની સાથે ૩ વન ડે અને ૩ ટી૨૦ મેચોની સીરીઝ રમશે. આની પહેલાં પંડ્યા બ્રધર્સને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ નહોતી.
વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા ૧૮ જૂનથી ન્યૂઝીલેન્ડની સામે સાઉથમ્પટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમશે. ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ૫ મેચોની ટેસ્ટ રમાશે. ટેસ્ટ સીરીઝ ૪ ઑગસ્ટના રોજ શરૂ થશે.
બીસીસીઆઈએ શ્રીલંકા પ્રવાસ પર લિમિટેડ ઓવર્સની સીરીઝ માટે બીજા દરજ્જાની ટીમ પસંદ કરી છે. શ્રીલંકામાં ભારતીય ટીમનું નેતૃત્વ ઓપનર શિખર ધવન કરશે. પેસર ભુવનેશ્વર કુમાર શ્રીલંકામાં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરશે.
હાર્દિક અને કૃણાલ છેલ્લે આઇપીએલ ૨૦૨૧માં મુંબઇ ઇન્ડિયન્સની તરફથી ક્રિકેટ રમતા દેખાયા હતા. બાયો બબલમાં કોરોનાવાયરસના વધતા કેસને જોતા આઇપીએલ ૨૦૨૧ને ૪મેના રોજ સ્થગિત કરી દેવાઇ હતી.

Related posts

શૂટિંગ વર્લ્ડ કપ ફાઇનલ્સ : મનુ અને ઇલાવેનિલે ગોલ્ડ મેડલ જીત્યો…

Charotar Sandesh

ડી’વિલિયર્સને નિવૃત્તિ પાછી ખેંચી લેવા સમજાવીશ : કોચ બાઉચર

Charotar Sandesh

ડેવિડ વોર્નરે કરી મજાક, ખુદને ગણાવ્યો દાયકાનો સર્વશ્રેષ્ઠ આઇસીસી ટિકટૉક ક્રિકેટર…

Charotar Sandesh