Charotar Sandesh
સ્પોર્ટ્સ

હું આ વખતે ડી કોકની સાથે ઈનિંગની શરૂઆત કરવા ઉતરીશ : રોહિત શર્મા

દુબઈ : ચાર વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ શનિવારે યુએઈમાં શરૂ થનાર આઈપીએલની ૧૩મી સિઝનની શરૂઆત થશે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈની ટીમ પાંચમી વખત ચેમ્પિયન બનવા માટે જોર લગાવશે. આ વચ્ચે મુંબઈ માટે ચર્ચાનો વિષય એ પણ રહ્યો છે કે, રોહિત શર્મા આખરે ક્યા નંબરે બેટિંગ પર ઉતરશે? જેનો જવાબ રોહિત શર્માએ આપ્યો છે.
ટીમ ઈન્ડિયા માટે રોહિત ત્રણેય ફોર્મેટમાં ઓપનિંગ કરવાનું પસંગ કરે છે, પણ આઈપીએલમાં છેલ્લા અમુક વર્ષોથી ક્યારેક નંબર ૩ કે ૪ પર રમતો જોવા મે છે. અને તેને ઓપનિંગના બહુ ઓછા મોકા મળ્યા છે. જાણકારોનું માનીએ તો ઓપનિંગ કરતાં ટીમ ઈન્ડિયા માટે રોહિતના જે શાનદાર રેકોડ્‌ર્સ છે તેના આધારે આઈપીએલમાં પણ ઓપિનંગ કરવી જોઈએ. હવે રોહિત સાફ કરી દીધું છે કે તે આ વખતે ઓપનિંગ કરવા ઈચ્છે છે.
આઈપીએલના આ સૌથી સફળ કેપ્ટને કહ્યું કે, હું આ વખતે સાઉથ આફ્રિકી વિકેટકીપર બેટ્‌સમેન ક્વિનટ ડી કોકની સાથે ઈનિંગની શરૂઆત કરવા ઉતરીશ. મુંબઈની ટીમમાં આ વખતે ઓસ્ટ્રેલિયા બેટ્‌સમેન ક્રિસ લિન પણ છે, જે કોલકાતા નાઈટરાઈડર્સ માટે રમતાં પોતાના વિસ્ફોટક અંદાજનો તમામને પરચો આપી દીધો છે. જો કે મુંબઈના કોચ મહેલા જયવર્ધને સાફ કર્યું છે કે, ટીમ રોહતિ-ડી કોકની જોડી સાથે જ ટુર્નામેન્ટમાં આગળ વધશે.

Related posts

ભારતને સૌથી મોટો ઝટકોઃ બુમરાહ ઇજાગ્રસ્ત થતા અંતિમ ટેસ્ટમાંથી બહાર…

Charotar Sandesh

સાત વર્ષ સુધી ટેસ્ટ ટીમમાં ૧૨માં ખેલાડી તરીકે રહ્યો : યુવરાજ સિંહ

Charotar Sandesh

રવિન્દ્ર જાડેજા ૩૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને, અશ્વિન ૩૫૩ પોઇન્ટ સાથે ચોથા સ્થાન પર…

Charotar Sandesh