Charotar Sandesh
સ્પોર્ટ્સ

હું ફક્ત ધોની ઉપર આધારિત નથી : કુલદિપ યાદવ

લખનઉ : ભારતીય ક્રિકેટ ટીમનો ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવ દુનિયાભરના બેટ્‌સમેન માટે માથાનો દુઃખાવો પુરવાર થઈ રહ્યો છે કેમ કે આ સ્પિનર કયારે બોલને કઈ તરફ સ્પિન કરશે તે સમજવું મુશ્કેલ બની જાય છે. ત્રણ વર્ષ અગાઉ ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરનારો કુલદીપ ગયા વર્ષે વર્લ્ડ કપમાં ભારત માટે ટ્રમ્પ કાર્ડ પુરવાર થયો હતો. જોકે ત્યાર બાદ તેણે ફોર્મ ગુમાવ્યું અને હવે તે ટીમની અંદર બહાર થતો રહે છે. કુલદીપ યાદવે તાજેતરમાં જ એક મુલાકાતમાં તેની કારકિર્દીમાં ધોનીની ભૂમિકા, બોલ પર સેલિવા લગાવવાના મુદ્દે તથા લોકડાઉન અંગે વાતચીત કરી હતી.

મહેન્દ્રસિંહ ધોનીની ભૂમિકા અંગે કુલદીપે જણાવ્યું કે માહી ભાઈએ હંમેશાં મને ગાઇડ કર્યો છે. કેમ કે બોલર માટે વિકેટકીપર શ્રેષ્ઠ જજ હોય છે. તેમાં ય ધોની જેવો વિકેટકીપર હોય તો તેને ખબર છે કે કયો બેટસમેન કેવી રીતે રમે છે. જોકે ધોની વર્લ્ડ કપ બાદ રમી રહ્યો નથી તો હવે હું માત્ર તેમની ઉપર આધારિત નથી. મારે કાંઈ પુરવાર કરવાની જરૂર નથી. એ કહેવાની જરૂર નથી કે હું તેમની ઉપર નિર્ભર હતો. હું મારી કલાથી કામ કરી શકું છું. આ એક ટીમ વર્ક છે અને હું એ રીતે કામ કરી રહ્યો છું.

Related posts

આઇપીએલની બાકી મેચો અંગે આરઆરના માલિકે કહ્યું શિડ્યુઅલ ખૂબ વ્યસ્ત છે…

Charotar Sandesh

T20 World Cup : ઇગ્લેંડે શ્રીલંકાને ૪ વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં બનાવી જગ્યા

Charotar Sandesh

ચોમાસા બાદ થઇ શકે છે ઈન્ડિયન પ્રીમીયર લીગનું આયોજનઃ BCCIના CEO

Charotar Sandesh