Charotar Sandesh
ગુજરાત

હેલમેટ ફરજિયાત કે મરજિયાત..?!! સીએમ અને મંત્રી ફળદુએ મૌન સેવ્યું…

ગાંધીનગર : રાજ્યના મહાનગરોમાં હેલ્મેટ મરજિયાત મામલે રાજ્યના સીએમ રૂપાણીએ નિવેદન આપવાનું ટાળ્યું છે. તેમણે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, આ મામલે કંઈપણ કહેવું યોગ્ય નથી. કેમ કે, સમગ્ર મામલો હાલ કોર્ટમાં છે. આ મામલે વકીલ કોર્ટમાં જવાબ આપશે. સીએમ રૂપાણીએ આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યું જ્યારે હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો કે હેલમેટ પહેરવાનું મરજીયાત કરાયું નથી. હાઈકોર્ટે આગામી મુદતે સરકરે હેલમેટ મુદ્દે ક્લિયર સ્પષ્તા કરવા આદેશ કર્યો છે. હેલ્મેટ ફરજીયાત કરવા ગુજરાત હાઈકોર્ટેમાં થયેલી અરજી મામલે હાઇકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. ત્યારે આગામી સમયમાં સરકાર હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરશે અને આ મામલે ટ્રાન્સપોર્ટ સચિવ હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે.

રાજ્યમાં હેલ્મેટ ફરજીયાત મામલે કેબિનેટ મંત્રી આર સી ફળદુએ પણ મૌન સેવ્યું છે. તેઓએ આ મામલે કોઈ પણ કોમેન્ટ કરવાની સ્પષ્ટ ના કહી દીધી છે. આર સી ફળદુએ જણાવ્યું કે હેલ્મેટનો મુદ્દો હાલ હાઇકોર્ટમાં છે તેથી જે નિર્ણય હાઇકોર્ટ લેશે તે પ્રમાણે રાજ્ય સરકાર આગળ વધશે. બાકી જ્યાં સુધી આ મુદ્દો કોર્ટમાં છે ત્યાં સુધી હું વધારાની કોઈ કોમેન્ટ નહીં કરી શકું.

Related posts

ચીનથી ભાવનગર શહેરમાં પરત ફરેલ પિતા-પુત્રી બાદ હવે માતા પણ કોરોના પોઝિટીવ, તંત્ર દોડતું થયું

Charotar Sandesh

મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં મહિલાઓની દેશી દારૂની હાટડીઓ પર રેડ : આરોપીઓ ફરાર…

Charotar Sandesh

રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે ૧૨ જેટલા રોડ-રસ્તા બંધ હાલતમાં…

Charotar Sandesh