Charotar Sandesh
સ્પોર્ટ્સ

૧૦ વર્ષમાં પહેલી વખત ધોનીને વિકેટકીપિંગની ટ્રેનિંગ કરતા જોયો…

ચેન્નઈ સુપર કિંગ્સના ફીજીયો ટોમી સિમસેકે કહ્યું…

નવી દિલ્હી : અનુભવી લેગ સ્પીનર પીયૂષ ચાવલાએ કહ્યું કે IPL ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની બેટીંગ અને વિકેટકીપિંગમાં સારી લયમાં જોવા મળી રહ્યા છે. કોરોના વાયરસના કારણે IPL ૧૫ એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી તે પહેલા ધોનીએ ચેન્નઈ ટીમ સાથે અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન ચાલવા પણ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ચાવલાએ ટીમની વેબસાઈટ પર કહ્યુ કે માહી ભાઈ ખુબજ મહેનત કરી રહ્યા છે. જ્યારે માહી પ્રેક્ટિસ કરતો હતો ત્યારે બેટીંગમાં પણ જોશ જોવા મળી રહ્યો હતો.
તેની સીધી અસર બાકી ખેલાડીઓ પર પણ જોવા મળી હતી. ચેન્નઈએ ચાવલાને ગયા વર્ષે જ ટીમમાં સમાવેશ કર્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સના બીજા એક લેગ સ્પિનર કર્ણ શર્માએ કહ્યું કે કેપ્ટનનો ઉત્સાહ ટીમના બીજા સભ્ય માટે પ્રેરણાનું કામ કરી રહ્યા છે. લાંબા વિરામ બાદ વાપસી કરી રહ્યો હોવાથી ધોની ખુબજ પ્રેક્ટિસ કરે તે સ્વાભાવિક છે. ચેન્નઈ સુપર કિંગ્સના ફીજીયો ટોમી સિમસેકે કહ્યું કે મે ૧૦ વર્ષમાં પહેલી વખત ધોનીને વિકેટકીપિંગની ટ્રેનિંગ કરતા જોયો છે. આ દર્શાવે છે કે ક્રિકેટને લઈને તે કેટલા ગંભીર છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઝડપી બોલર અને કોચ અને હાલના સમયમાં ચેન્નઇ સુપર કિંગ્સે બોલીંગ કોચ લક્ષ્મીપતિ બાલાજીએ ધોનીને કુદરતી ખેલાડી ગણાવ્યો છે. બાલાજીએ કહ્યુ કે ધોની કુદરતી ખેલાડી છે અને ખુબજ ફિટ છે. એવુ નથી કે તે રમતથી દૂર છે. તે જે રીતે પ્રેક્ટિસ કરી રહ્યો છે બેટીંગ અને વિકેટકીપિંગ કરી રહ્યા છે ટીમને સમય આપી રહ્યો છે તે જોતા આગામી સમયમાં દર્શકો માટે સારા સમાચાર આવશે તે નક્કી છે.

Related posts

હું ક્રિકેટથી ખુશ, મારી રાજકારણમાં જોડાવાની કોઇ ઇચ્છા નથી : સૌરવ ગાંગુલી

Charotar Sandesh

ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને ઝટકો, ઈજાને કારણે સૈફુદ્દીન બહાર…

Charotar Sandesh

માસ્ટર બ્લાસ્ટર પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર કોરોના પોઝીટીવ આવ્યા : સોશિયલ મીડિયા થકી માહિતી આપી…

Charotar Sandesh