Charotar Sandesh
સ્પોર્ટ્સ

૧૭.૩૨ અબજની બ્રાન્ડ વેલ્યુ સાથે વિરાટ કોહલી મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી…

ટોપ ટેન સેલિબ્રિટીમાં વિરાટ એક જ ક્રિકેટર, બાકીના તમામ ફિલ્મ જગતમાંથી…

મુંબઇ : ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ૨૦૨૦માં સતત ચોથાં વર્ષે પણ મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી તરીકેનું રેન્કિંગ પ્રાપ્ત કર્યું છે. વિરાટની બ્રાન્ડ વેલ્યુ ૨૩.૭૭ કરોડ ડોલર (આશરે ૧૭.૩૨ અબજ રૂપિયા) આંકવામાં આવી છે. વિરાટ પછી બીજા ક્રમનું રેન્કિંગ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર તથા ત્રીજા ક્રમનું અભિનેતા રણવીર સિંઘને મળી છે.
ભારતના સૌથી વેલ્યુએબલ સેલિબ્રિટીના લિસ્ટમાં ટોપ ટેનમાં માત્ર વિરાટ જ ફિલ્મજગત સિવાયની હસ્તી છે. તે સિવાયના બાકીના તમામ ૯ ફિલ્મો સાથે સંકળાયેલા છે. આ ટોપ ટેનમાં માત્ર બે જ અભિનેત્રીઓને સ્થાન મળ્યું છે.
વિરાટની બ્રાન્ડ વેલ્યુ યથાવત રહી છે. જોકે ટોચના ૨૦ સેલિબ્રિટીઓની ટોટલ બ્રાન્ડ વેલ્યુની રીતે જોવામાં આવે તો તેમણે ૨૦૨૦નાં વર્ષમાં એક અબજ ડોલર જેટલી બ્રાન્ડ વેલ્યુ ગુમાવી છે. કોરોના મહામારીને કારણે તેમની ટોટલ બ્રાન્ડ વેલ્યુમાં પાંચ ટકા જેટલો ઘટાડો થયો છે. બ્રાન્ડ વેલ્યુએશન સાથે સંકળાયેલી કંપની ડફ એન્ડ ફેલ્પસ દ્વારા આ રેન્કિંગ આપવામાં આવ્યું છે. અક્ષય કુમારની બ્રાન્ડ વેલ્યુ ૧૩.૮ ટકા વધીને ૧૧.૮૯ કરોડ થઇ છે. રણવીર સિંઘ સતત ત્રીજાં વર્ષે ત્રીજાં સ્થાને છે અને તેની બ્રાન્ડ વેલ્‌ુુ ૧૦.૨૯ કરોડ ડોલર થઇ છે.
શાહરૂખ ખાને ૫.૧૧ કરોડ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે પોતાનું રેન્કિંગ સુધાર્યું છે અને ચોથું સ્થાન મેળવ્યું છે. દીપિકા પદૂકોણ ૫.૪૦ કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે પાંચમાં સ્થાને છે. અત્રે ઉલ્લેખનીય છે કે દીપિકા ૨૦૧૯નાં વર્ષમાં ત્રીજાં સ્થાને હતી. બીજી તરફ આલિયા ભટ્ટનું રેન્કિંગ એક ક્રમ વધ્યું છે. ૨૦૧૯માં તેનો સાતમો નંબર હતો તે ૨૦૨૦માં છઠ્ઠો થયો છે. આયુષ્યમાન ખુરાનાએ ચાર કર્મનો કૂદકો લગાવ્યો છે. ૪.૮ કરોડની બ્રાન્ડ વેલ્યુ સાથે તેણે છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. બીજી તરફ સલમાન ખાન બે ક્રમ નીચે ઉતરરી ૪.૫ કરોડ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે આઠમા સ્થાને છે. અમિતાભ બચ્ચન ૪.૪૨ કરોડ ડોલ સાથે નવમા અને હૃતિક રોશન ૩.૯૪ કરોડ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે દસમા સ્થાને છે.
ટોપ ટેનમાં મોટાભાગના એસ્ટાબ્લિશ્ડ સ્ટાર્સ જોવા મળ્યા છે. જોકે, નવી પેઢીના આયુષ્યમાન ખુરાના, ટાઇગર શ્રોફ અને રોહિત શર્મા પણ પોતાની બ્રાન્ડ વેલ્યૂ વધારી રહ્યા છે. આયુષ્યમાન છઠ્ઠા, ટાઇગર શ્રોફ ૧૫મા અને રોહિત શર્મા ૧૭મા ક્રમે છે. કાર્તિક આર્યન ૨૦મા સ્થાને છે.

Related posts

ગાંગુલી માટે મને ખૂબ માન છે, જેને ન સમજાય તેની મને કોઈ પરવા નથી : રવિ શાસ્ત્રી

Charotar Sandesh

૨૦૨૩ના ક્વોલીફાયર વર્લ્ડ કપ માટે ICCએ લોન્ચ કરી વર્લ્ડકપ સુપર લીગ

Charotar Sandesh

ઈન્ડિયા સારી ટીમ, ધવનનાં બહાર થવાથી ફેર નહીં પડે : ગાંગુલી

Charotar Sandesh