Charotar Sandesh
ગુજરાત

૧ જૂનથી દેશભરમાં ટ્રેનો દોડશે, ગુજરાતને ૧૦ ટ્રેન મળી, વધારે અમદાવાદને ફાળે…

લોકડાઉન ૪.૦માં અપાયેલ છૂટ તરફ સરકારનું વધુ કે પગલું…

અમદાવાદ : કોરોનાના કારણે દેશમાં પહેલીવાર લાંબો સમય સુધી ટ્રેન વ્યવહાર બંધ રહ્યો છે, ત્યારે ૧ જૂનથી ૨૦૦ સ્પેશિયલ ટ્રેન રેલવેના પાટા પર પરત ફરશે. આ વખતે આ ટ્રેનોને સ્પેશિયલ નંબર સાથે દોડાવવામાં આવશે. એટલે કે, આ ટ્રેનોનો નંબર સામાન્ય નંબરોથી અલગ હશે. તેઓને સ્પેશિયલ નંબર લગાવીને દોડાવવામા આવશે. હાલ છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં શ્રમિકો માટે ટ્રેન દોડાવવામા આવી રહી છે. જેમાં સૌથી વધુ ટ્રેનો ગુજરાતમાંથી દોડી છે. ત્યારે ૧ જૂન, ૨૦૨૦થી શરૂ થવા જઈ રહેલ ટ્રેનોમાં ગુજરાતને પણ કેટલીક ટ્રેનો મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતને ૧૦ ટ્રેનો મેળી છે. જેમાંથી મોટાભાગની અમદાવાદ રેલવે સ્ટેશનથી જ દોડશે.

૧ જૂનથી દેશભરમાંથી ૨૦૦ ટ્રેનો દોડવાની છે. આ ટ્રેનો માટે બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ૨૦૦ ટ્રેનની યાદી સાથે તેનાં નીતિ નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. ૨૦૦માંથી ૧૦ ટ્રેન ગુજરાતને ફાળવવામાં આવી છે. ૧ જૂનથી દિલ્હી, મુંબઈ, અમૃતસર અને અમદાવાદથી ટ્રેનો શરૂ થવા જઈ રહી છે. મહત્તમ ૩૦ દિવસનું એડવાન્સ બુકિંગ થઈ શકશે અને ઓનલાઈન જ બુકિંગ થઈ શકશે. માત્ર એટલું જ નહીં જેટલી સીટ હશે એટલી જ ટીકિટ ઈસ્યૂ કરવામાં આવશે. હવે ૨૦૦ ટ્રેનની યાદી સાથે તેનાં નીતિ નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. ૨૦૦માંથી ૧૦ ટ્રેન ગુજરાતને ફાળવવામાં આવી છે. જેમાંની મોટાભાગની ટ્રેનો અમદાવાદની છે.

અમદાવાદ-હાવરા એક્સપ્રેસ
દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ
અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ
મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
અમદાવાદ-વારાસણી સાબરમતી એક્સપ્રેસ
સુરત-છાપરા તાપ્તિ ગંગા એક્સપ્રેસ
અમદાવાદ-પટના અઝીમાબાદ એક્સપ્રેસ
અમદાવાદ-મુઝ્‌ઝફરપુર (વાયા સુરત)
અમદાવાદ-ગોરખપુર (વાયા સુરત)
અમદાવાદ-નિઝામુદ્દીન (ગુજરાત સંપર્ક ક્રાંતિ)

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના અમદાવાદ, ભુજ, ગાંધીધામ, સાબરમતી, પાલનપુર, મહેસાણા અને વિરમગામ સ્ટેશનથી સોશિયલ ડિસ્ટનસિંગના નિયમો સાથે ૨૨ મેથી રિઝર્વેશન કાઉન્ટર ખુલશે. જેના પરથી માત્ર કન્ફર્મ ટિકીટ મળશે. હાલ ટિકીટનું રિફંડ નહિ થાય.

Related posts

હોળીના તહેવારને પગલે સોમનાથ મંદિર સવારથી સાંજ ૧૬ કલાક ખૂલ્લુ રહેશે…

Charotar Sandesh

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ ગુજરાતમાં દારૂબંધી મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી

Charotar Sandesh

સરકારનો દાવો : દેશભરમાં સૌ પ્રથમ ગુજરાતે બનાવી પ્લાઝમા બેન્ક…

Charotar Sandesh