Charotar Sandesh
બોલિવૂડ

૨૦૨૧માં રિલીઝ થશે અભિનેતા ઇરફાન ખાનની છેલ્લી ફિલ્મ…

મુંબઇ : બોલિવૂડના દિવંગત અભિનેતા ઇરફાન ખાનની છેલ્લી ફિલ્મ ‘ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ’ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થવા જઈ રહી છે. લાંબા સમયથી અટકેલી આ ફિલ્મને નિર્માતાઓએ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષ પહેલા આ ફિલ્મનું પ્રીમિયર સ્વિટ્‌ઝર્લેન્ડમાં લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું.
ટ્રેડ એનાલિસ્ટ તરુણ આદર્શને તેના ટિ્‌વટર હેન્ડર પર ફિલ્મના મોશન પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, ‘ઇરફાનની છેલ્લી ફિલ્મ ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ ૨૦૨૧ માં રિલીઝ થશે. અનૂપ સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મને પેનોરમા સ્પોટલાઇટ અને ૭૦એમએમ ટોકીઝે પ્રોડ્યૂસ કરી છે.
પેનોરમા સ્પોટલાઇટના નિર્માતા અભિષેક પાઠકે જણાવ્યું કે અમે આ ફિલ્મને ભારતીય સિનેમાના લોકપ્રિય અભિનેતાને શ્રદ્ધાંજલી તરીકે રજૂ કરીશું. જોકે હાલ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર નથી થઇ. આ ફિલ્મમાં ઇરફાન ખાન ઉપરાંત વહિદા રેહમાન, શશાંક અરોરા, તિલ્લોતામા શોમ અને ગોલશિફ્ટેહ ફરાહાની પણ જોવા મળશે. ફિલ્મમાં ઇરફાન ખાન ઊંટના વેપારીની ભૂમિકા નિભાવતા નજરે પડશે.

Related posts

શાહરુખ ખાન ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મમાં કામ કરશે…

Charotar Sandesh

રણવીર સિંહની નવી ફિલ્મનું ટીઝર રિલીઝ થતા ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીતની યાદો તાજી થઇ

Charotar Sandesh

શ્રુતિના બોયફ્રેન્ડે ઈમોશનલ પોસ્ટ લખીને કર્યું બ્રેકઅપ

Charotar Sandesh