Charotar Sandesh
વર્લ્ડ

૨૦ લાખ કોરોના વેક્સીન બનાવવાનો અમેરિકી રાષ્ટ્રપ્રમુખનો દાવો…

USA : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમના દેશમાં કોરોના મહામારીની વેક્સીન શોધી લીધી છે. અમેરિકાએ ૨૦ લાખ વેક્સીન બનાવી લીધી છે અને તે સુરક્ષિત હોવાની વાત સ્પષ્ટ થતાં જ તેનો ઉપયોગ પણ શરૂ કરી દેવાશે. ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે અમે વેક્સીનને લઇ એક બેઠક કરી છે. બેઠકમાં ખબર પડી કે અમે લોકોએ તેના પર ઘણું સારું કામ કર્યું છે. અમે લોકોએ વીસ લાખ વેક્સીન તૈયાર કરીને રાખી છે. બસ હવે તેને લોકો સુધી પહોંચાડવાનું કામ બાકી છે.

આ સિવાય તેમણે કોરોનાને લઇ ચીન પર પણ પ્રહારો કર્યા. ટ્રમ્પે કહ્યું કે આપણે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ એટલે કોરોના સામે ઝઝૂમવામાં સફળ રહ્યા. બીજીબાજુ ચીન સરકારે કહ્યું કે તેમને આશા છે કે તેઓ આ વર્ષના અંત સુધીમાં પોતાની વેક્સીન બનાવીને બજારમાં ઉપલબ્ધ કરાવી દેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં કોરોના વાયરસથી બચવા માટે ૧૦૦થી વધુ વેક્સીન પર રિસર્ચ અને ટ્રાયલ ચાલી રહ્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની તરફથી બનાવામાં આવેલી વેક્સીન માટે ક્લિનિકલ ટ્રાયલના પરિણામ ઘણા સારા આવ્યા છે. કંપની Moderna Inc નું કહેવું છે કે તેમની વેક્સીનનું ક્લિનિકલ ટ્રાયલ બીજા તબક્કામાં પહોંચી ગયું છે.

  • Nilesh Patel

Related posts

યુક્રેને રશિયાના ટોચના નૌકાદળના અધિકારીને ઠાર માર્યો : વધુ એક મોટો ઝટકો

Charotar Sandesh

પાક. સાથેના સબંધો મર્યાદિત, ભારત જ અમારું વિશ્વાસુ સાથીદાર : રશિયા

Charotar Sandesh

ચીનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી ૨૭૧૫ના મોત, ૪૦૧ નવા કેસ…

Charotar Sandesh