Charotar Sandesh
ગુજરાત

૨૧ તાલુકામાં ૪થી ૧૨ ઇંચ વરસાદ, એનડીઆરએફની ૧૫ ટીમો તૈનાત…

રાજ્યના ૨૪૫ તાલુકામાં મેઘરાજા મહેરબાન, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી…

ગાંધીનગર : ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના ૧૪૧ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ આણંદ તાલુકામાં ૧૨.૮ ઇંચ નોંધાયો છે. સુરતના ઉમરપાડમાં ૧૨ ઇંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના લખતરમાં ૧૦ ઇંચ અને ખેડાના નડિયાદમાં ૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગ તરફી આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ૧૫ ટીમને અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ અને અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે.
જેના પરિણામે ભારે વરસાદ પડશે. લૉ પ્રેશર અને બે સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક સાથે સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

આણંદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ આણંદ તાલુકામાં ૧૨.૮ ઇંચ છે. આ ઉપરાંત બોરસદ, પેટલાદ, આંકલાવ, ખંભાત, સોજિત્રા, તારાપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખેડા જિલ્લામાં નડિયાદમાં ૭.૮ ઇંચ વરસાદ પડ્યો છે. ખાસ કરીને સુરત જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. સવારે છ વાગ્યાથી આઠ વાગ્યાના બે કલાકના સમય દરમિયાન સુરતના ઉમરપાડા, માંડવી અને કામરેજમમાં બે ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. બારડોલી અને સુરત શહેરમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે ૧૫ જેટલા તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. શુક્રવારે દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

૧૪ ઓગસ્ટના દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ,સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.૧૫ ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.૧૬ ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.૧૭ ઓગસ્ટના રોજ કચ્છ, ગીર સોમનાથ, દ્વારકા, મોરબી, પોરબંદર, જામનગર, તાપી,વલસાડ, ડાંગ, સુરત, ભરૂચ,નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Related posts

મચ્છુ ડેમ ૨ ઓવરફ્લો થતા મોરબીની આસપાસનાં ૨૨ ગામ એલર્ટ કરાયા…

Charotar Sandesh

રાજકોટ-વડોદરા હવે અમદાવાદમાં પણ મુખ્ય માર્ગો ઉપરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા આદેશ

Charotar Sandesh

ગુજરાતનું નીટનું રિઝલ્ટ ૫૬.૧૮ ટકા જાહેર, રાજકોટના વિદ્યાર્થીએ ૧૦મી રેન્ક મેળવી…

Charotar Sandesh