Charotar Sandesh
સ્પોર્ટ્સ

૨૫ સપ્ટેમ્બરથી ૩૦ ઓક્ટોબર દરમિયાન IPL આયોજન થાય તેવી સંભાવના…

ટી-૨૦ લીગ હાલ અચોક્કસ મુદ્દત માટે સ્થગિત છે…

રાયપુર : કોરોનાને કારણે આઈપીએલની સિઝન અચોક્કસ મુદ્દત માટે સ્થગિત કરાઈ. આ દરમિયાન BCCI ટી-૨૦ વર્લ્ડ કપના સ્થગિત થયા બાદ આઈપીએલ યોજવાની તૈયારીમાં છે. એક માહિતી અનુસાર, ૨૫ સપ્ટેમ્બરથી ૩૦ ઓક્ટોબર દરમિયાન લીગનું આયોજન કરાય તેવી શક્યતા છે. એટલે કે ટૂર્નામેન્ટ ૩૬ દિવસ ચાલશે. દરરોજ ૨ મેચ રમાશે. આ સિઝનમાં હોમ અને અવે જેવું ફોર્મેટ નહીં હોય. ૫ સ્થળોએ ટૂર્નામેન્ટની મેચો રમાશે. બની શકે મેચોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે. ઓસ્ટ્રેલિયામાં ઓક્ટો.-નવે.માં વર્લ્ડ કપ યોજાવવાનો છે, આ મુદ્દે આઈ સીસી આગામી મહિને નિર્ણય લેશે. તેને ટાળવામાં આવે તેવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયાના સ્ટેડિયમમાં ૨૫% ફેન્સને મંજૂરી અપાતા વર્લ્ડ કપના આયોજનની શક્યતા વધી છે. જો વર્લ્ડ કપનું આયોજન થશે તો IPL વર્તમાન સિઝનનું આયોજન મુશ્કેલ બનશે. IPL થવા પર બોર્ડને ૪ હજાર કરોડથી વધુ રકમનું નુકસાન થશે. ઉપરાંત ખેલાડીઓને કરોડોની સેલેરી નહીં મળે.
કોરોના વાઈરસના કારણે દેશના સિલેક્ટ સ્ટેડિયમમાં જ મેચ રમાશે. ફેન્સના આવવા પર હાલ કોઈ નિર્ણય નથી લેવાયો. દેશમાં કોરોનાની સ્થિતિ નહીં સુધરે તો દેશ બહાર લીગનું આયોજન થઈ શકે છે. કોરોના મુક્ત દેશોને પ્રાથમિક્તા અપાશે. ન્યૂઝીલેન્ડ પોતાને કોરોના મુક્ત જાહેર કરી ચૂક્યું છે. એવામાં ત્યાં આયોજન અંગે ચર્ચા ચાલી રહી છે. શ્રીલંકા અને યુએઈમાં પણ આયોજન થઈ શકે છે.
આઈપીએલમાં મોટાભાગે શનિવાર-રવિવારે જ ૨ મેચ રમાય છે. હવે ઓછા દિવસમાં આઈપીએલ યોજાશે તો મોટાભાગે રોજ ૨-૨ મેચ રમાશે. આ વખતે પ્લેઓફ જેવું ફોર્મેટ નહીં હોય. પ્લેઓફમાં ક્વોલિફાયર-૧, એલિમિનેટર અને ક્વોલિફાયર-૨ હોય છે. આ વખતે લીગમાં ટોપ-૪ ટીમ વચ્ચે સેમિફાઈનલ મેચ રમાશે. બોર્ડનો પ્રયાસ રહેશે કે મોટીસંખ્યામાં વિદેશી ખેલાડીઓ પણ લીગમાં સામેલ થઈ શકે.

Related posts

વિરાટ-અનુષ્કાએ રૂ. ૧૬ કરોડ એકત્રિત કરીને નાનકડા બાળકનો જીવ બચાવ્યો…

Charotar Sandesh

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચની ટિકીટ ફી માત્ર ૫૦ રૂપિયા..!!

Charotar Sandesh

ન્યૂઝીલેન્ડ-૧૧ સામે ભારત ૨૬૩ રનમાં ઓલ આઉટ, હનુમા વિહારીની સદી…

Charotar Sandesh