Charotar Sandesh
ઈન્ડિયા

૨ વર્ષમાં અમેરિકા, બ્રિટન જેવું હશે દેશના રોડનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર : નીતિન ગડકરી

આવનારા ૨ વર્ષોમાં ભારત અમેરિકા,બ્રિટન જેવા વિકસિત દેશોની કતારમાં આવી જશે…

ન્યુ દિલ્હી : ઘણાં રણનીતિક સુરંગ અને પુલોથી લઇને ૨૨ ગ્રીન એક્સપ્રેસ વેના નિર્માણમાં લાગેલું ભારત આવનારા ૨ વર્ષોમાં આ ક્ષેત્રમાં અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા વિકસિત દેશોની કતારમાં આવી જશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં આ વાત કહી છે. તેમણે કહ્યું કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મામલામાં એકીકૃત રણનીતિ પર ભાર આપવામાં આવી રહ્યું છે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ગડકરીએ કહ્યું કે, દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઇ પર લઈ જવા માટે પ્રધાનમંત્રી મોદીના દ્રષ્ટિકોણને અનુરૂપ એકીકૃત રીતે કામ કરવામાં આવી રહ્યું છે. નવા હાઈવેનું નિર્માણ કરતા સમયે જ ઓપ્ટિકલ ફાઈબર, ટ્રાન્સમિશન લાઇન અને ગેસ પાઈપલાઇનોને નાખવાની રણનીતિ છે. તેમણે કહ્યું કે, વીજળી મંત્રાલય ટ્રાંસમિશન લાઇન માટે યોજના બનાવશે અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય ઓપ્ટિકલ ફાઈબર માટે પોતાની મંજૂરી આપશે. તે જ રીતે, જે મોટા રસ્તાઓ બની રહ્યા છે ત્યાં ગેસ પાઈપલાઇનો નાખવામાં આવી શકે છે. પ્રસ્તાવિત ૨૨ ગ્રીન એક્સપ્રેસ વેની સાથે આ પ્રકારની તૈયારી છે. જેમાંથી એક લાખ કરોડ રૂપિયાના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે સહિત સાત પર કામ શરૂ થઇ ગયું છે.
તેમણે કહ્યું કે, મને વિશ્વાસ છે કે આવનારા બે વર્ષોમાં તમે એક બદલાયેલું ભારત જોશો. અમે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં રસ્તાઓ, ટનલ અને પુલોના ક્ષેત્રોમાં જે કામ જોઇએ છે, તે જ પ્રકારનું કામ આપણા દેશમાં જોશો. ગડકરીએ કહ્યું કે, દેશના જુદા જુદા ક્ષેત્રોમાં ઘણી ટનલો અને બ્રીજોનું નિર્માણ થઇ રહ્યું છે. આ ઉપરાંત ૩.૧૦ લાખ કરોડ રૂપિયાના ખર્ચથી ૨૨ ગ્રીન એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી ૭૫૦૦ કિલોમીટરના એક્સપ્રેસ વે એક-બે વર્ષમાં પૂરા કરવાની યોજના છે. તેમણે જણાવ્યું કે, મધ્ય પ્રદેશમાં ૮૨૫૦ કરોડ રૂપિયાના ખર્ચથી ચંબલ એક્સપ્રેસ વેનું નિર્માણ માટેની વાતચીત અંતિમ સ્ટેજ પર પહોંચી રહી છે. આ પોતાની રીતની એક પહેલી પરિયોજના છે. જેમાં રાજ્ય સરકારની સાથે ગઠજોડ કરવામાં આવી રહી છે.

Related posts

ડિઝલના ભાવ મુદ્દે ૨૬ ફેબ્રુઆરીએ ૧ કરોડ ટ્રકોના પૈડા થંભી જશે…

Charotar Sandesh

અયોધ્યામાં રામમંદિર બાંધવાથી કોઇ શક્તિ નહીં અટકાવી શકેઃ રાજનાથ

Charotar Sandesh

આ નેતા ચૂંટણી હારી જશે તો જીવતા સમાધિ લઈ લેશે સંત

Charotar Sandesh