Charotar Sandesh
ગુજરાત

૭ કરોડ ૫૬ લાખની વસતી ધરાવતા તમિલનાડુમાં ૪ લાખ ૯ હજાર ટેસ્ટ કરાયા…

કોરોના ટેસ્ટમાં વધારાના સરકારના દાવા વચ્ચે ટેસ્ટ રેન્કિંગમાં ગુજરાત ચોથા સ્થાને…

અમદાવાદ : દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે ગુજરાતમાં કોરોના ટેસ્ટમાં વધારો થઇ રહ્યાનો દાવો કરવામાં આવે છે. પરંતુ કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા ટોચના પાંચ રાજ્યોની યાદીમાં સૌથી ઓછા ટેસ્ટ કરવામાં ગુજરાત ચોથા સ્થાને છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી યાદી અનુસાર ગુજરાતમાં કુલ એક લાખ ૮૨ હજાર આઠસોથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ તામિલનાડુમાં કેસમાં સતત વધારો થઇ રહ્યો હોવા છતાં ટેસ્ટમાં કોઇ જ કાપ મૂકવામાં આવ્યો નથી.

૭ કરોડ ૫૬ લાખની વસતી ધરાવતા તમિલનાડુમાં ૪ લાખ ૦૯ હજાર ટેસ્ટ કરાયા છે. આમ, પ્રતિ ૧૦ લાખની વસતીએ ૫,૪૧૧ ટેસ્ટ થઇ ચૂક્યા છે.આમ, સમગ્ર દેશમાં સૌથી વધુ ટેસ્ટ કરાવવામાં તામિલનાડુ મોખરે છે.
રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં વધુ ૩૯૪ પોઝિટિવ કેસ નોંધાયા હતા અને ૨૯ દર્દીના મોત પણ થયા છે. તે સાથે આજે ૨૪૩ દર્દીને સાજા થવાથી રજા પણ આપવામાં આવી હતી.

Related posts

Election : આજે કતલની રાત : મતદારોને રીઝવવા લગાવાશે એડીચોટીનું જોર, કાર્યકરોને સોંપાશે ખાસ હોમવર્ક

Charotar Sandesh

રાજકોટ-વડોદરા હવે અમદાવાદમાં પણ મુખ્ય માર્ગો ઉપરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા આદેશ

Charotar Sandesh

સુરતમાં વડા પ્રધાનના જન્મ દિન નિમિતે સુરતમાં રોપાયા ૭૦ હાજર વૃક્ષ…

Charotar Sandesh