Charotar Sandesh
ગુજરાત

હળવદમાં દીવાલ પડતા ૧૨ લોકોના મોત : મુખ્યમંત્રીએ ૪-૪ લાખની સહાયની જાહેરાત કરી

હળવદમાં દીવાલ

સુરેન્દ્રનગર : આજે હળવદ ખાતે દુઃખદ ઘટના બની છે જેમાં હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામની ફેક્ટરીમાં વહેલી સવારમાં કામદારો મીઠાની થેલી ભરવાનું કામ કરી રહેલ હતા, ત્યારે મીઠાની બોરી પેક કરી દીવાલના સહારે શ્રમિકો થપ્પા લગાવી રહ્યા હતા. જે દરમ્યાન મીઠાની બોરીઓના વજનથી દીવાલ જમીનદોસ્ત થઈ ગયેલ, જેમાં ગંભીર રીતે કામ કરી રહેલ ૨૦ જેટલા શ્રમિકો દબાઈ જતાં અફરાતફરી મચી જવા પામેલ હતી, આ વિશાળ દીવાલને હટાવવા જેસીબીની મદદથી દબાયેલ ૨૦ જેટલા કામદારોને બહાર કાઢવામાં આવેલ. જેમાં અત્યારસુધીમાં ૧૨ જેટલા શ્રમિકોના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે.

આ ઘટનાને લઈ પ્રધાનમંત્રી સહિત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્‌વીટ કરી દુઃખ વ્યકત કરેલ હતું

આ ઘટનામાં CM ભુપેન્દ્ર પટેલ દ્વારા રાહત ફંડમાંથી મૃતકનાં પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયાની અને ઈજાગ્રસ્તોને ૫૦ હજારની સહાય કરવાની જાહેરાત કરાઈ છે, હળવદ ખાતે દીવાલ પડવાની દુર્ઘટનામાં ૧૨ લોકોના મોત થયેલ, જેમાં એક જ પરિવારના ૬ સભ્યો, જ્યારે બીજા પરિવારના ૩ લોકો તેમજ બાકીના ૩ મૃતકો અન્ય પરિવારોના છે.

વાગડ પંથકમાંથી રોજી રોટી કરી પેટીયું ભરવા આવેલ સોમાણી પરિવાર પર આભ ફાટ્યું છે. આ ઘટના બાદ ગુજરાતના રાજકીય નેતાઓએ સોશિયલ મિડીયા થકી દુઃખ વ્યક્ત કરવામાં આવેલ.

Other news : પ્રિ-મોન્સુન એકશન પ્લાનની સમીક્ષા અર્થે કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠક

Related posts

તાલાલા-સુત્રાપાડામાં ૮ ઈંચ વરસાદ, વાહન વ્યવહાર ઠપ્પ થયો…

Charotar Sandesh

૨૬મી જાન્યુઆરી : રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ૧૦૦૦ લોકોને જ મંજૂરી આપવામાં આવી…

Charotar Sandesh

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી…

Charotar Sandesh