Charotar Sandesh
ઈન્ડિયા

૪ માર્ચ સુધી યુક્રેનમાંથી ૧૬ હજાર નાગરિકોને બહાર લવાયા : ગૃહમંત્રી અમિત શાહ

નવીદિલ્હી : યુક્રેન અને રશિયા વચ્ચે ધમાશાન યુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે જાન્યુઆરીથી આ મુદ્દાને જોઈ રહ્યા છીએ. અમે ૧૫ ફેબ્રુઆરીએ એડવાઈઝરી જાહેર કરી હતી.

અમે આસપાસના ચાર દેશોમાં ટીમો મોકલી અને કંટ્રોલ રૂમ પણ બનાવ્યો. ૪ માર્ચ સુધીમાં અમે યુક્રેનમાંથી ૧૬,૦૦૦ નાગરિકોને બહાર કાઢવામાં સફળ થયા.

૧૩,૦૦૦ થી વધુ નાગરિકો ભારત પહોંચી ગયા છે અને વધુ ફ્લાઇટ્‌સ આવી રહી છે

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ચૂંટણી અને લોકો પર તેની સકારાત્મક અસર પડી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બીજેપી ફરીથી જોરદાર તાકાત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવ્યું છે. રાજ્યમાં તમામ પ્રકારની ગુનાહિત ઘટનાઓમાં ૩૦ થી ૭૦ ટકાનો ઘટાડો થયો છે. તમામ માફિયાઓ જેલમાં છે. મહિલાઓ અને છોકરીઓ હવે સુરક્ષિત અનુભવે છે.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે ચાર રાજ્યોમાં ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. સાથે જ કહ્યું કે અમે પહેલીવાર પંજાબમાં અમારી સ્થિતિ સુધારીશું, અમે સૌથી મોટી ગઠબંધન પાર્ટી તરીકે પંજાબમાં ચૂંટણી લડી છે.

Other News : યુદ્ધને લઈ યુક્રેનથી પરત ફરનાર વિદ્યાર્થીઓ ભારતમાં ઈન્ટર્નશીપ પૂર્ણ કરી શકશે

Related posts

ભારતે ૨૦ દેશોને મોકલી આશરે ૨.૩ કરોડ કોરોનાની રસી…

Charotar Sandesh

લોકડાઉન ૫.૦માં છૂટછાટોની થશે વર્ષા : મોલ્સ, રેસ્ટોરન્ટને મળશે મંજુરી…

Charotar Sandesh

ભારતમાં કોરોનાના કહેરને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરાઇ…

Charotar Sandesh