Charotar Sandesh
ઈન્ડિયા

ભારતના ૪.૫ કરોડ બાળકોએ કોરોનાની રસી લીધી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

મન કી બાત

વડાપ્રધાને મન કી બાત એપિસોડ થકી ૮૫મી વાર દેશને સંબોધિત કર્યો

ન્યુ દિલ્હી : રવિવારે વડાપ્રધાન મોદી અગાઉની જેમ મન કી બાત કાર્યક્રમ યોજ્યો હતો, જે કાર્યક્રમ દેશના ઘણા રાજ્યોમાં નેતાઓ-કાર્યકરોએ નિહાળ્યો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પૂણ્યતિથિ પર તેમને યાદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત એપિસોડ થકી ૮૫મી વાર દેશને સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશના ૪.૫ કરોડ બાળકોએ કોરોનાની રસી લઈ લીધી છે. જે ગર્વની વાત છે.

ભારત કોરોનાના નવા વેરિઅન્ટ સામે મોટી સફળતા સાથે લડી રહ્યું છે

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશમાં પદ્મ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે. એવોર્ડ મેળવનારાઓમાં એવા ઘણા નામ છે, જેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ આપણા દેશના અજાણ્યા નાયકો છે, જેમણે સામાન્ય સંજોગોમાં અસાધારણ કાર્યો કર્યા. તમારે તેમના વિશે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમની પાસેથી આપણને જીવનમાં ઘણું શીખવા મળશે.

પીએમ મોદીએ કહ્યું કે, એક કરોડથી વધુ બાળકોએ તેમની મન કી બાત મને પોસ્ટકાર્ડ દ્વારા મોકલી છે. આ પોસ્ટકાર્ડ દેશના અલગ-અલગ સ્થળોએથી તેમજ વિદેશમાંથી પણ આવ્યા છે. મને ભારતના મિત્ર દેશ ક્રોએશિયા તરફથી પણ ૭૫ પોસ્ટકાર્ડ મળ્યા છે. આ પોસ્ટકાડ્‌ર્સ આપણા દેશના ભવિષ્ય માટે આપણી નવી પેઢીની વ્યાપક દ્રષ્ટિની ઝલક આપે છે. આપણે જોયું કે ઈન્ડિયા ગેટ પાસેની અમર જવાન જ્યોતિ અને નજીકના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં પ્રગટેલી જ્યોતિ એક થઈ ગઈ હતી.

અમૃત મહોત્સવના કાર્યક્રમો વચ્ચે દેશમાં અનેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. એક છે વડાપ્રધાનનો રાષ્ટ્રીય બાળ પુરસ્કાર. આ પુરસ્કારો એવા બાળકોને મળવા જોઈએ જેમણે નાની ઉંમરમાં બોલ્ડ અને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.

Other News : ધંધૂકા હત્યા કેસમાં ન્યાય માટે અભિનેત્રી કંગના રનૌત પણ આવી મેદાને : આપી આ પ્રતિક્રિયા જાણો

Related posts

કોંગ્રેસ દેશભરમાં ૩૧ ઑક્ટોબરે, ૫ નવેમ્બરે ખેડૂત, મહિલા, દલિત વિરોધી દિવસની ઉજવણી કરશે

Charotar Sandesh

પુલવામામાં સેનાનો પ્રહાર, બે આંતકી અને તેમને મદદ કરનાર ઠાર…

Charotar Sandesh

ભારતભરમાં ફેલાયેલ કોરોનાની એકમાત્ર દવા બે ગજની દૂરી છે : વડાપ્રધાન મોદી

Charotar Sandesh