Charotar Sandesh
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો : આ ૧૬ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ભારે વરસાદ (rain)

અમદાવાદ : રાજ્યમાં મેઘરાજાએ બીજા રાઉન્ડ સાથે ધમાકેદાર બેટિંગ શરૂ કર્યું છે, ત્યારે રાજ્યના છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, બીજી તરફ વધુ ૧૬ જિલ્લામાં ભારે વરસાદ (rain) ની આગાહી હવામાન વિભાગે કરી છે.

રાજ્યમાં ભારે વરસાદના એલર્ટ જિલ્લાઓમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, આણંદ, અમદાવાદ, ખેડા, જામનગર,બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અરવલ્લી, ગાંધીનગર તેમજ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ (rain) પડવાની શક્યતા વર્તાઈ છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૬ તાલુકામાં વરસાદ (rain) પડ્યો છે

જેમાં સૌથી વધુ વાપી તાલુકામાં ૭ ઇંચ વરસાદ, જ્યારે કુલ ૮ તાલુકામાં ૪થી ૭ ઇંચ મેઘ મહેર થઈ છે, ત્યારે સીઝનનો સરેરાશ ૨૧ ઇંચ એટલે કે ૬૪ ટકા વરસાદ થઈ ચૂકેલ છે, ૧૦૨ તાલુકામાં ૧૦થી ૨૦ ઇંચ વરસાદ (rain) પડેલ છે.

Other News : આણંદ કૃષિ યુનિવર્સિટી સહિત ગુજરાતની ૬ કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ શરૂ થશે

Related posts

રાજ્યમાં કોરોના ઓલ ટાઈમ હાઇ, નવા ૬૦૨૧ કેસ : આણંદ જિલ્લામાં વધુ ૩૩ કેસો…

Charotar Sandesh

વડોદરામાં હિટ એન્ડ રન કેસ : ખુલ્લી જીપમાં રોફ જમાવતા નબીરાએ માસૂમ બાળકને કચડી નાંખ્યો…

Charotar Sandesh

મહત્વનો નિર્ણય : ગુજરાતના રિક્ષાચાલકો હવે દેખાશે નવા અવતારમાં, નક્કી કરાયો યુનિફોર્મ…

Charotar Sandesh