એટલાન્ટા : અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઇ છે. અમેરિકાના એટલાન્ટા Cityમાં રહેતા મૂળ Anand જિલ્લાના કરમસદના પરિવાર પર હુમલો થયો છે. પરિવારના ત્રણ લોકો ઉપર અશ્વેત લૂંટારુઓએ હુમલો કરતા 1નું મોત થયુ છે. પરિવાર બહારથી ઘરે પરત આવતા ઘરમાં જ લૂંટારુઓએ હુમલો કર્યો હતો. હુમલામાં મૂળ Karamsadના પીનલ પટેલનું ઘટના સ્થળે જ મોત થયુ છે. પીનલ પટેલના પત્ની અને દીકરી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
લૂંટ કરવા આવેલ અશ્વેત લૂંટારુઓએ ઉપરા ઉપરી firing કરી ઘટનાને અંજામ આપ્યો હતો
વિદેશમાં વારંવાર ગુજરાતીની હત્યા થવાના અનેક સમાચાર સામે આવતા હોય છે. વર્ષ ૨૦૧૪થી આજ દિન સુધીમાં વિદેશમાં અંદાજીત ૫૦ કરતા વધુ વખત ગુજરાતીઓ પર હુમલા થયા છે. આ હુમલાઓ ગુજરાતીઓની હત્યાઓ પણ થઇ છે.
USAના એટલાન્ટા શહેરમાં રહેતા મૂળ ગુજરાતના Anand જિલ્લાના કરમસદના પરિવાર પર હુમલો થયો છે. ૫૨ વર્ષની ઉંમરના પીનલભાઇ પટેલ તેમની પત્ની રુપલબેન અને દીકરી ભક્તિ સાથે એટલાન્ટમાં રહેતા હતા.
Other News : આ તારીખ સુધી આણંદ સહિત ચરોતરમાં શીતલહેર રહેશે : લઘુત્તમ તાપમાન ૯ થી ૧૨ ડીગ્રી રહેશે