Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કોરોના કેસોને લઈ આણંદ સહિત બોરસદ-ખંભાતના ૨૫ મકાનોને તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા

કન્ટેનમેન્ટ (containment zone) એરિયા

આણંદ : કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લઇ આણંદ શહેર સહિત આણંદ-બોરસદ અને ખંભાત તાલુકાના એ વિસ્તારોના ૨૫ મકાનોને કન્ટેનમેન્ટ (containment zone) એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

કન્ટેનમેન્ટ એરિયાના જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ કરાશે કાર્યવાહી

જે વિસ્તારો કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે તેમાં આણંદના બી-૭, અમૂલ ડેરી કવાર્ટસનું એક મકાન, યોગી પાર્ક-કરમસદનું એક મકાન, પ્રબોધમ રેસીડન્સી, સાંગોડપુરા રોડ, આણંદનું એક મકાન, બી-૩, સ્ટાફ કવાર્ટસ, જીઆઇડીસી, વિદ્યાનગરનું એક મકાન, ૩૭,-૩૮, સંસ્કાર, આકૃતિનગર સામે, જીટોડિયા રોડનું એક મકાન, અનુષ્ઠાન, સર્વોદય આઇસ્ક્રીમ પાછળ, આણંદનું એક મકાન, ૯, પ્રબોધમ એવન્યુ, એરોઝોના હોટલ પાછળ, બોરસદ ચોકડી, આણંદનું એક મકાન સમાવેશ થાય છે.

નારાયણ રેસીડન્સી, સરદાર પટેલ કેમ્પસ પાછળ, બાકરોલનું એક મકાન, રર-પટેલ સોસાયટી, કરમસદનું એક મકાન, ૩૩૨, મુખીવાળુ ફળિયું, વ્હેરાખાડીનું એક મકાન, પ્રશાલ, ગુણાતીત જયોત પાપાજી માર્ગ સામે, વિદ્યાનગરનું એક મકાન, સોના ટેકરી, ઓડનું એક મકાન, દ્વારકેશ બંગલો, વ્હેરાઇ માતા પાસે, આણંદનું એક મકાન, ૫૦૫, કૈવલ ટાવર, નેકસા શો રૂમ સામે, આણંદનું એક મકાન, સાંઇધામ-ર ફલેટ નં. ૨૦૧, મોનાલીસા ટ્રાવેલની બાજુમાં, વિદ્યાનગરનું એક મકાન સમાવેશ થાય છે.

બેવરલી પાર્ક, SAMPવઘાસી રોડ, આણંદનું એક મકાન, ૮, અમૂલ ડેરી કેમ્પસ, આણંદનું એક મકાન, સુભાષ પોળ, કરમસદનું એક મકાન, ૪૦૧, શ્રીજી જયોત, ડી માર્ટ પાછળ, વિદ્યાનગરનું એક મકાન, પ્રસાલ, ગુણાતીત જયોત, પાપાજી માર્ગ, વિદ્યાનગરનું એક મકાન, બોરસદ તાલુકાના ૧, વૃંદાવન સોસાયટી, વાસદ રોડ, બોરસદનું એક મકાન, બોરસદ તાલુકાના કોઠિયાવાડ ગામના ૧-૧૧૪૫, ટાંકી સામેના ફળિયાના બે મકાન અને ખંભાત તાલુકાના નગરા ગામના મંગલ જયોત વિહારના બે મકાનનો સમાવેશ થાય છે.

આ જાહેર કરવામાં આવેલ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રાખી શકાશે જયારે સરકારશ્રીની વખતોવખતની તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. આ હુકમનો અમલ તા. ૨૬/૭/૨૦૨૨ થી તા. ૧/૮/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

Other News : કલેક્ટરના આદેશ છતાં પાલિકાએ કાર્યવાહી ન કરાતાં બોરસદમાં જર્જરીત જૂનુ મકાન જમીનદોસ્ત થયુ, મોટી જાનહાનિ ટળી

Related posts

આણંદ જિલ્લામાં ચાઈનીઝ માંઝા અને નાણાં ધીરધારના ગોરખધંધાઓ અટકાવવા અંગે લોકોને માહિતી અપાઈ

Charotar Sandesh

આણંદ જિલ્લાના નાગરિકો પોતાના સ્થળ ઉપર મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલી આપી…

Charotar Sandesh

આંકલાવ : પ્રવાસે ગયેલા વિદ્યાર્થીએ રૂ.૨૦૦ પાછા માગતા શિક્ષકોએ દારૂનાં નશામાં ઢોર માર માર્યો…

Charotar Sandesh