Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું ધ્યાને આવતા વડોદના આયુષ તબીબ સામે કડક પગલાં લેવાયા

આયુષ તબીબ

વૈધ પરાગ ત્રિવેદીની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરતા જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના : વૈધ પરાગ ત્રિવેદી ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું થયું પુરવાર

Anand : પરાગ કનુભાઈ ત્રિવેદી આયુષ મેડિકલ ઓફિસર (Medical Officer) તરીકે વડોદ ખાતે ફરજ બજાવતા હતા. આ ફરજ દરમિયાન તેઓ ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાએ તપાસ કરાવતા વૈધ પરાગ ત્રિવેદી ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનું પુરવાર થયેલ હોઈ પરાગ કનુભાઈ ત્રિવેદીની આયુષ મેડિકલ ઓફિસરની ૧૧ માસની કરાર આધારિત સેવાઓ તા.૦૯-૦૧-૨૦૨૪ ની તાત્કાલિક અસરથી સમાપ્ત કરવા અંગેનો નિર્ણય જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના દ્વારા લેવામાં આવ્યો છે.

Other News : નડિયાદમાં પતંગની દોરીએ એક ૨૫ વર્ષીય યુવતીનો ભોગ લીધો : ચાઈનીઝ દોરીથી ગળું કપાયું

Related posts

૨૬ ધનવંતરી રથ દ્વારા ૫૮૪૫૫ નાગરિકો તેમજ ૧૨૧૩૩ સિનીયર સીટીઝનોને આરોગ્ય સેવાઓ મળી…

Charotar Sandesh

ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી : આણંદ જિલ્લામાં લાયસન્સવાળા શસ્ત્રોની હેરાફેરી ઉપર પ્રતિબંધ

Charotar Sandesh

મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત આણંદ ખાતે મહિલા કાનૂની જાગૃતિ દિવસની ઉજવણી…

Charotar Sandesh