Charotar Sandesh
ઈન્ડિયા

કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૭ કેસ : તંત્ર દોડતું થયું

કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ

નવી દિલ્હી : કોરોના રસીના બન્ને ડોઝ નિશ્ચિત સમયગાળા વચ્ચે આપવામાં આવી રહ્યા છે. જોકે સરકારના આંકડા અનુસાર દેશભરમાં ૧૧ કરોડ લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ તો લીધો હતો જોકે બીજો ડોઝ નથી લીધો. આ ૧૧ કરોડ લોકોમાંથી ૩.૯૨ કરોડ લોકોએ પ્રથમ ડોઝ લીધો તેને છ સપ્તાહથી વધુનો સમય વીતી ગયો છે જ્યારે ૧.૫૭ કરોડ લોકોને ચારથી છ સપ્તાહનું મોડુ થઇ ગયું છે.

તેવી જ રીતે ૧.૫૦ કરોડ લોકોને રસીનો બીજો ડોઝ લેવામાં બેથી ચાર સપ્તાહનું મોડુ થયું છે

ભારતમાં કોરોના વાઇરસના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે પણ બીજી તરફ હવે કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સાત નવા કેસો સામે આવ્યા છે. જેને પગલે તંત્ર દોડતુ થઇ ગયું છે. જોકે આ વેરિઅન્ટને કારણે નવા કોઇ મોત નથી નિપજ્યા. પણ મોટા ભાગનાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે દિલ્હીમાં પહેલી નવેમ્બરથી સ્કૂલ, કોલેજોને ફરી ખોલવામાં આવી રહી છે. દિલ્હીમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન લાગુ કરાયું હતું જેથી ૧૯ મહિનાથી રાજ્યની સ્કૂલ અને કોલેજો બંધ હતી, જેને આખરે પહેલી નવેમ્બરથી ખોલવામાં આવી રહી છે.

જોકે વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ સ્કૂલ કોલેજોમાં આવવાનો નિર્ણય લેવાનો રહેશે કોઇ પર તેના માટે દબાણ કરવામાં નહીં આવે. હાલ કેટલાક રાજ્યોમાં કેસો બહુ જ ઓછા સામે આવી રહ્યા હોવાથી સ્કૂલ કેલોજો ખુલી રહ્યા છે જ્યારે બીજી તરફ કેટલાક રાજ્યો પ્રતિબંધો લાગુ કરવાની તૈયારીમાં છે. કર્ણાટકમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના સાત નવા કેસ સામે આવતા ફરી પ્રતિબંધો લાગુ કરવાની તૈયારીમાં છે. અન્ય રાજ્યો જેમ કે પશ્ચિમ બંગાળ, બિહાર, કેરળ વગેરેમાં પણ પ્રતિબંધોની તૈયારી ચાલી રહી છે.

કેરળમાં કોરોનાના નવા ૯૪૪૫ કેસો સામે આવ્યા હતા જેમાં ૯૩ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૬૭૨૩ લોકોને સાજા કરી લેવાયા છે. જ્યારે દેશભરમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૩ હજાર ૪૫૧ કેસો સામે આવ્યા છે. મંગળવારે ૫૮૫ લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યા હતા. જોકે એક જ દિવસમાં ૧૪૦૨૧ લોકોને સાજા પણ કરી લેવામાં આવ્યા છે.

Related posts

મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં અગ્નિકાંડ : ૧૦ નવજાત બાળકોના મોત…

Charotar Sandesh

દેશમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા ૨૪ કલાકમાં ૮૦,૪૭૨ નવા કેસ…

Charotar Sandesh

અમારું લક્ષ્ય ખેડૂતોને ઉત્પાદકની સાથે સાથે ઉદ્યમી બનાવવાનો છે : મોદી

Charotar Sandesh