Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં સ્કુલોમાં કેમ્પ કરી ૨૬ લાખ તરુણોને રસી અપાશે

કોવેક્સિનના ૧૫ લાખ રસી ઉપલબ્ધ થયા

ગાંધીનગર : બાળકો માટે કોરોનાની રસી ફરજિયાત નથી છતાં કોરોનાને હરાવવા માટે તમામ વાલીઓ સહકાર આપે અને પોતાના બાળકોને રસી મુકાવે તેવી અપીલ જયપ્રકાશ શિવહરેએ કરી છે. શિવહરેએ કહ્યું કે જે રીતે રસીકરણ દ્વારા દેશ પોલિયોમુક્ત બન્યો એમ કોરોનામુક્ત બનાવવા માટે સહકાર જરૂરી છે.

૧૫થી ૧૮ વર્ષના કિશોરોના રસીકરણ માટે ૧ જાન્યુઆરીથી કૉવિન એપ પર રજિસ્ટ્રેશન કરી શકાશે

જન્મતારીખનો ઉલ્લેખ હોય એવું સ્કૂલના રિઝલ્ટનું કોઈપણ પ્રમાણપત્ર માન્ય રહેશે. સાથે જ સ્કૂલ આઇડી કાર્ડ પણ માન્ય રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩જી જાન્યુઆરીથી ૧૫થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિનેશનની શરૂઆત કરવાની જાહેરાત કર્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ૧૫થી ૧૮ વર્ષની વયના ૨૬ લાખ બાળકોનો ડેટા તૈયાર કરી દીધો છે.

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું કે આ વયજૂથના મોટાભાગનાં બાળકો સ્કૂલ ગોઇંગ છે જેથી વેક્સિનેશન માટે સ્કૂલોમાં કેમ્પ કરવામાં આવશે.

Other News : ૧ જાન્યુઆરીથી એટીએમથી નાણાં ઉપાડવાના આ નવા નિયમો શરૂ થશે, જાણો

Related posts

૧૫મી ઓગસ્ટે ડોક્ટર, નર્સ અને કોરોના વોરિયર્સની હાજરીમાં ધ્વજવંદન કરવું : કેન્દ્રીય ગૃહમંત્રાલયે…

Charotar Sandesh

ડીજે સાઉન્ડ બંધ કરાવવા ગયેલા પોલીસકર્મી પર હુમલો, પીએસઆઈ ઈજાગ્રસ્ત

Charotar Sandesh

૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સી પ્લેનને બતાવી શકે છે લીલીઝંડી…

Charotar Sandesh