Charotar Sandesh
ઈન્ડિયા ગુજરાત

30 જૂન સુધી વધારવામાં આવ્યું લોકડાઉન-5 : મોટી છૂટછાટ જાહેર : જાણો શું ખુલશે, શું બંધ રહેશે…

લોકડાઉન-5માં મોટી છૂટછાટ જાહેર : કરફ્યુ હવે રાત્રે 9 થી સવારે 5 સુધી જ રહેશે : 8 જૂનથી કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર મોલ, ધાર્મિક સ્થળો અને રેસ્ટોરન્ટ તથા હોટલો ખોલવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ હાલમાં જીમ ખોલી શકાશે નહીં.

કન્ટેનમેન્ટ વિસ્તારોમાં 1 થી 30 જૂન સુધી લોકડાઉન વધાર્યું…

નવી દિલ્હી : દેશમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારવામાં આવ્યું છે. સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. સરકારે ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. ધાર્મિક સ્થળો ખોલવાની તૈયારી કરી છે. લોકડાઉન ત્રણ તબક્કામાં રહેશે. ગ્રીન, રેડ અને ઓરેન્જ ઝોનની કેટેગરીને ખતમ કરીને ફક્ત એક ઝોન રહેશે. આ ઝોન કંટેનમેન્ટ ઝોન હશે. 8 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખોલવામાં આવશે.

અનલૉકના ત્રીજા તબક્કામાં દેશમાં આટલી પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ રહેશે…

આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થીએટર, બાર, ઓડીટોરિયમ, હોલ્સ અને સામાજિક, રાજકીય, રમતગમત, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજનને લગતા જાહેર સ્થળના મેળાવડાઓ. પરિસ્થિતિ પ્રમાણે ફેઝ 3માં આ પ્રવૃત્તિઓ ક્યારે ખોલવી તે નક્કી કરવામાં આવશે.

અનલૉક-1માં 10 મહત્વની વાતનું ચુસ્ત પાલન કરવું જરૂરી…

માનવ સંસાધન મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર અનલૉક-1માં 10 મહત્વની વાતનું ચુસ્ત પાલન કરવું પડશે. જેમાં ફેસ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, મોટા કાર્યક્રમો ન કરવા, જાહેરમાં થુંકવું નહીં, જાહેર સ્થળોએ દારૂ પીવો, પાન ખાવું અને તમાકુંની વસ્તુઓ ન ખાવી, શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરવું, જે દુકાનો અને ઓફિસ ખુલે તે નિયમ મુજબ ચાલે, સ્ક્રીંનિગ અને હાઈઝિન જાળવવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.

લોકડાઉન 5.0માં મળશે આ રાહત…

– એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પાસની જરૂર નથી.
– બીજા તબક્કામાં સ્કૂલ, કોલેજ, ઇંસ્ટીટ્યૂટ ખોલી શકાશે. સ્કૂલ કોલેજ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે.
કન્ટેનમેન્ટ વિસ્તારની બહાર દેશમાં ક્યાંય અવર-જવર પર કોઇ પ્રતિબંધ નહી
– 8 જૂનથી હોટલ, રેસ્ટોરન્ટ મોલ ખોલવાની પરવાનગી, આ પાબંદી યથાવત રહેશે.
– દિલ્હી મેટ્રો હાલ દોડશે નહી.                – રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. 
– વિદેશ યાત્રા પર પાબંધી યથાવત રહેશે.
– અંતિમ સંસ્કારમાં 20 લોકો જ સામેલ થઇ શકશે.
– દુકાનો પર ફક્ત 5 લોકો એકસાથે સામાન ખરીદી શકશે.
– સિનેમા હોલ, જીમ અને સ્વિમિંગ પૂલ બંધ રહેશે.

Related posts

કેન્દ્ર સરકાર બંધારણીય મૂલ્યો અને પરંપરાઓની વિરુદ્ધ ઉભી છે : સોનિયા ગાંધી

Charotar Sandesh

૨૧ ડિસેમ્બર સુધીમાં ૩.૭૫ કરોડ આઇટી રિટર્ન ફાઇલ કરાયા…

Charotar Sandesh

જમ્મુ-કાશ્મીરમાં જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર…

Charotar Sandesh