Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં પતંગની દોરીથી ઘવાયેલા ૨૨૯ પક્ષીઓની સારવાર કરવામાં આવી

પતંગની દોરી

ખંભાતની દરિયાઈપટ્ટી વિસ્તારમાં દોરીથી ઘવાયેલ ૫૦થી વધુ પક્ષીઓને સારવાર અપાઈ

આણંદ : ઉત્તરાયણ પર્વ નિમિત્તે મુખ્ય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે જીવો, જીવવા દો અને જીવાડોની જીવદયા ભાવના સાથે પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર માટે પક્ષી બચાવો અભિયાન શરૂ કર્યું હતું અને આ માટે વોટસએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કરવામાં આવી હતું.

ઉત્તરાયણના પર્વ ઉપર આકાશમાં ચગાવાની પતંગની દોરીથી આકાશમાં વિહરતા પક્ષીઓ ઈજાગ્રસ્ત થઈ તડફડતા હોય છે

પાંખ કપાઈ જવાની સ્થિતિમાં પક્ષીઓ ઊડી શકવાની સ્થિતિમાં રહેતા નથી. ખાસ કરીને ખંભાતના દરિયા કિનારે ચારો ચરવા આવતા પક્ષીઓ ખંભાત શહેરના પતંગ રશિયાઓની પતંગની દોરીથી ઘાયલ થતાં હોય છે.

વિદ્યાનગરની એનજીઓ નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા પક્ષી બચાવો અભિયાન હેઠળ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે કુલ ૧૦૯ જેટલા ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. આણંદ, વિદ્યાનગર અને વાસદ ખાતે કુલ સાત જેટલા સેન્ટરો ઉભા કરવામાં આવ્યા હતા અને ત્યાં ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.

ઉત્તરાયણના દિવસે ૪૨ અને વાસી ઉત્તરાયણના દિવસે ૬૭ પક્ષીઓ પતંગની દોરીથી ઘવાયા હતા. આણંદ વેટરનરી દ્વારા ઘવાયેલા ૭૦ પક્ષીઓની સર્જરી કરાઈ આણંદની વેટરનરી કોલેજ ખાતે પતંગની દોરીથી ઘવાયેલા ૭૦ જેટલા પક્ષીઓની સર્જરી કરીને તેમને રહેવા માટેની જગ્યાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. મોટાભાગના પક્ષીઓની પાંખો કપાઈ જવા પામી હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર ૫૦ જેટલા કબુતર, ૪ મોર, ૫ સમડી, ૬ બગલા તેમજ ત્રણ જેટલા મોટા પક્ષીઓની સર્જરી કરીને તેમને જીવતદાન આપવામાં આવ્યું હતુ.

Other News : પક્ષી બચાવ કેમ્પની સાંસદ મીતેશભાઈએ મુલાકાત લઈને સંસ્થાના સ્વયંસેવકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું

Related posts

આંકલાવ-આણંદ રૂટ વચ્ચેની બસો સમયસર ન આવતાં વિદ્યાર્થીઓનો બસ રોકી હોબાળો…

Charotar Sandesh

આણંદ શહેરમાં રીલાયન્સ મોલ બાદ બિગ બજારમાં પણ ૩ કર્મચારીઓ પોઝીટીવ આવતાં ફફડાટ…

Charotar Sandesh

વલ્લભ વિદ્યાનગરના સરદાર પટેલ યુનિવર્સિટીમાં સેનેટની યોજાયેલ ચુંટણી બાદ પરિણામ જાહેર કરાયું

Charotar Sandesh