Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

ધોરણ ૧૦નું ૬૫.૧૮ ટકા પરિણામ : આણંદ જિલ્લાનું ૬૦.૬૨ ટકા અને ખેડાનું ૫૬.૭૧ ટકા પરિણામ

ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા

આણંદ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું ૬૫.૧૮ ટકા પરિણામ આવેલ છે, બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે, સુરત જિલ્લાનું સૌથી વધુ ૭૫.૬૪ ટકા, જ્યારે પાટણ જિલ્લાનું સૌથી ઓછું ૫૪.૨૯ ટકા પરિણામ આવેલ છે.

રીઝલ્ટમાં આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ ૧૧.૭૪ ટકા વધુ પરિણામ લાવેલ છે

આણંદ જિલ્લામાં ૬૦.૬૨ ટકા પરિણામ આવેલ છે, જુદા જુદા ૪૦ જેટલા પરીક્ષા કેન્દ્રો પરથી કુલ ૨૭૭૮૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી, તે તૈકી ૧૬૮૪૪ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ થયા છે. એ વન ગ્રેડમાં ૨૯૮ વિદ્યાર્થીઓ છે, જેથી કુલ મહત્તમ ૧૦૦ ટકા પરિણામ મેળવનાર શાળાઓની સંખ્યા ૪ ઉપર અટકેલ છે.

વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યાહતા ત્યારે આજે સવારે ૮ કલાકેથી પરિણામ ઓનલાઈન જાહેર કરાયું છે, ઓનલાઈન પરિણામ બાદ થોડા દિવસોમાં સ્કૂલમાંથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

Other News : આણંદ-ખંભાત રેલ્વે ફાટક નં-૭ ઉપરથી પસાર થતા વાહનોની અવર જવર ઉપર આ તારિખ સુધી સંપૂર્ણ પ્રતિબંધ, જુઓ વૈકલ્પિક માર્ગ

Related posts

હવે તબક્કાવાર અન્ય ધોરણનું શાળાકાર્ય શરૂ કરવામાં આવશે : શિક્ષણમંત્રી

Charotar Sandesh

વડતાલ : શિક્ષાપત્રી જયંતી તથા મંદિરના નિર્માતા શ્રીબ્રહમાનંદસ્વામીની રપ૦મી જન્મજયંતીની ઉજવણી

Charotar Sandesh

આંકલાવ-આણંદ રૂટ વચ્ચેની બસો સમયસર ન આવતાં વિદ્યાર્થીઓનો બસ રોકી હોબાળો…

Charotar Sandesh