Charotar Sandesh
બોલિવૂડ

ચાહકોની ડિમાન્ડની વચ્ચે દૂરદર્શન પર ’ઉત્તર રામાયણ’ થશે શરુ…

મુંબઈ : લૉકડાઉનમાં ચાહકોની ડિમાન્ડની વચ્ચે ‘રામાયણ’ શરૂ કરવામાં આવ્યું હતું. આ શોની સફળતા બાદ દૂરદર્શન હવે ‘લવ કુશ’નું પુનઃ પ્રસારણ કરશે, જેને મૂળ રીતે ‘ઉત્તર રામાયણ’ના નામથી ઓળખવામાં આવે છે. ૧૯ એપ્રિલથી આ સિરિયલ રાત્રે નવ વાગ્યાના સ્લોટમાં ટેલીકાસ્ટ થશે અને સવારે નવ વાગે રાતના એપિસોડનું જ પુનઃપ્રસારણ કરવામાં આવશે. આ વાતની માહિતી પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે ટિ્‌વટર પર આપી હતી. તેમણે એ વાતનો સંકેત પણ આપ્યો હતો કે આગામી સમયમાં ૯૦ના દાયકાના લોકપ્રિય શો ‘શ્રીકૃષ્ણા’નું પણ બીજીવાર ટેલીકાસ્ટ કરવામાં આવશે. શશિએ ટ્‌વીટમાં કહ્યું હતું, અનેક રાજ્યોમાં દૂરદર્શન તથા ઓલ ઈન્ડિયા રેડિયોના માધ્યમથી એજ્યુકેશન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. આ વાતને ધ્યાનમાં લઈને ફ્રેશ એપિસોડ રાતના નવ વાગે બતાવવામાં આવશે, જેનું રિપીટ ટેલીકાસ્ટ સવારે નવ વાગે કરવામાં આવશે. શશિએ બીજી ટ્‌વીટમાં કહ્યું હતું, રવિવારે સવારે નવ વાગે યુદ્ધકાંડની મુખ્ય વાર્તાના ફિનાલે એપિસોડનું રિપીટ ટેલીકાસ્ટ કરવામાં આવશે. રવિવાર રાત્રે ૯ વાગ્યાથી ઉત્તરકાંડ સંબંધિત એપિસોડનું પ્રસારણ કરવામાં આવશે.
શશિએ એક અન્ય ટ્‌વીટમાં લખ્યું છે, શનિવાર સવારે તથા રાત્રે નવ વાગે યુદ્ધકાંડના બાકી વધેલા એપિસોડ ટેલીકાસ્ટ કરવામાં આવશે, જેથી ઉત્તરકાંડ પહેલાં મુખ્ય સ્ટોરીલાઈનનું સમાપન થઈ શકશે. ઉલ્લેખનીય છે કે રામાનંદ સાગરની ‘રામાયણ’ પહેલીવાર ૧૯૮૭માં ટેલીકાસ્ટ કરવામાં આવી હતી. પુનઃપ્રસારણ ૨૮ માર્ચ, ૨૦૨૦થી કરવામાં આવ્યું હતું અને પાંચ વર્ષનો રેકોર્ડ તોડીને આ સિરિયલ ટીવી પર સૌથી વધુ જોનારી સિરિયલ બની હતી.
શશિ શેખરને ટેગ કરીને એક યુઝરે ‘શ્રીકૃષ્ણા’ના પુનઃપ્રસારણની અપીલ કરી હતી. આ ટ્‌વીટના જવાબમાં તેમણે કહ્યું હતું કે આના પર કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં અપડેટ આપીશું. રામાનંદ સાગરના શો ‘શ્રીકૃષ્ણા’નું પ્રસારણ ૧૯૯૩-૯૬ સુધી કરવામાં આવ્યું હતું. આ શોના ૨૨૧ એપિસોડ હતાં.

Related posts

ધર્મા પ્રોડકશનને રાજ કુમાર રાવ સાથે કામ કરવાના અભરખાં જાગ્યાં

Charotar Sandesh

‘શમશેરા’નાં શૂટિંગ માટે રણબીર, વાણી કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ પહોંચ્યા…

Charotar Sandesh

નેહા કક્કરે ઉત્તરાખંડ પૂર પીડિત શ્રમિક પરિવારને ૩ લાખ આપવાની જાહેરાત કરી…

Charotar Sandesh