Charotar Sandesh
બોલિવૂડ

સિંગરે સોનાને સલમાન ખાન વિરુદ્ધ બોલ્યા બાદ મળી હતી ગેંગરેપની ધમકી…

મુંબઈ : બોલિવૂડમાં એવું કહેવાય છે કે, સલમાન ખાનની વિરુદ્ધમાં બોલવું એટલે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. જો કે ઘણા અભિનેતા, અભિનેત્રી અને સિંગરને પણ આ અનુભવ થઈ ચૂક્યો છે. પરંતુ હાલમાં એક સિંગરે કંઈક નવો જ ખુલાસો કરીને બધાને હચમચાવી નાંખ્યા છે અને લોકો વચ્ચે આ ચર્ચાનો વિષય બની ગયો છે. સિંગર સોના મોહપાત્રા અવારનવાર તેના સ્ટેટમેન્ટ્‌સના કારણે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં જ તેણે કાર્તિક આર્યનના એક વિવાદાસ્પદ વીડિયોના કારણે તેને મહિલા વિરોધી ગણાવ્યો હતો.

હવે સોનાએ સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે કે, સલમાન ખાનની વિરુદ્ધ બોલ્યા બાદ તેને ગેંગરેપની ધમકી આપવામાં આવી હતી. બન્યું એવું ક, સોશિયલ મીડિયા પર એક યૂઝરે સોનાની ટીકા કરવાની કોશિશ કરી હતી. યૂઝરે સોનાને ટેગ કરતાં લખ્યું હતું કે, ‘મેડમ એટલા ખરાબ દિવસો આવી ગયા છે કે, તમારું નામ ટિ્‌વટર પર સર્ચ કરી રહ્યા છીએ અને ચારેબાજુ હિન્દુફોબિયા જ જોવા મળે છે.

સોનાએ આ જોયું તો જવાબ આપતાં લખ્યું હતું કે, ‘હું એક પબ્લિક ફિગર છું. મને બે વર્ષ પહેલાં એક મુસ્લિમ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ધમકીઓવાળી ચીઠ્ઠીઓ મળી હતી. કેમ કે, મેં એક ગીત ગાયું હતું. આ પછી સિંગરે જે ખુલાસો કર્યો એ બધા માટે નવી વાત હતી. આગળ વાત કરતાં સોનાએ કહ્યું કે, હું જ્યારે સલમાન ખાનની વિરુદ્ધ બોલી હતી ત્યારે મને ગેંગરેપ અને એસિડ અટેકની પણ ધમકીઓ આપવામાં આવી હતી.

Related posts

એક્ટ્રેસ ઝરીન ખાન સલમાન ખાન સાથે લગ્ન કરવા માંગે છે..!!

Charotar Sandesh

હું માત્ર ૨૫ વર્ષની,આટલી જલ્દી લગ્ન કેવી રીતે કરી શકું : આલિયા ભટ્ટ

Charotar Sandesh

‘બંટી ઔર બબલી-૨’માં સૈફ અલી ખાન અને રાની મુખર્જી પણ ચમકશે…

Charotar Sandesh