Charotar Sandesh
ઈન્ડિયા

કાશ્મીર ઘાટીના કવરેજ માટે ૩ ભારતીય ફોટોગ્રાફર્સને પુલિત્ઝર પુરસ્કાર મળ્યો…

કાશ્મીરમાં કલમ ૩૭૦ હટ્યા બાદના જનજીવન, પ્રદર્શન, પોલીસ અને સૈન્યની તસવીરો બદલ પુરસ્કાર મળ્યો…

ન્યુ દિલ્હી : ભારતના ત્રણ ફોટોગ્રાફરને પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કાર મળ્યો છે. ખાસ વાત એ છે કે આ ત્રણે ફોટોગ્રાફર જમ્મુ કાશ્મીરના નિવાસી છે. ગયા વર્ષે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કર્યા બાદની પરિસ્થિતિને કેમેરામાં કેદ કરવા બદલ યાસીન ડાર, મુખ્તાર ખાન અને ચન્ની આનંદને પુલિત્ઝર ફીચર ફોટોગ્રાફી એવોર્ડ મળ્યો છે. આ ત્રણે લોકો ન્યૂઝ એજન્સી એપી(એસોસિએટેડ પ્રેસ) માટે કામ કરે છે.

યાસિન અને મુખ્તાર બંને શ્રીનગરમાં રહે છે, જ્યારે આનંદ જમ્મુ જિલ્લામાં રહે છે. ગયા વર્ષે પાંચ ઓગષ્ટના રોજ ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ દૂર કરી અને આખા રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દીધું. ત્યારબાદ ત્યાં મહિનાઓ સુધી કર્ફ્યુ લાગેલો રહ્યો અને ટેલિફોનની સાથે સાથે ઇન્ટરનેટની સુવિધા ઉપર પણ પ્રતિબંધ હતો. આ ત્રણે ફોટોગ્રાફરોએ કાશ્મીર ઘાટીમાં કલમ ૩૭૦ હટ્યા બાદના જનજીવન, પ્રદર્શન, પોલીસ અને સૈન્યની તસવીરોને દુનિયા સુધી પહોંચાડી હતી. જે બદલ તેમને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

ચન્ની આનંદ છેલ્લા ૨૦ વર્ષથી એપી સાથે જોડાયેલા છે. પુલિત્ઝર પુરસ્કાર મળતા આનંદે જણાવ્યું કે, હું આશ્ચર્યચકિત છુ. મને હજુ પણ વિશ્વાસ નથી થતો. ખરેખર તો આ પુરસ્કારની ઘોષણા ગયા મહિને થવાની હતી, પરંતુ કોરોના વાયરસના કારણે તે સ્થગિત કરવામાં આવી હતી. જે હવે કરવામાં આવી છે.

પુલિત્ઝર પુરસ્કારની શરુઆત ૧૯૧૭માં કરવામાં આવી હતી. પુલિત્ઝર પુરસ્કાર અમેરિકાનો પ્રમુખ પુરસ્કાર છે. જે ન્યૂઝ પેપર, પત્રકારત્વ, સાહિત્ય અને સંગીત જેવા ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કરનારા લોકોને આપવામાં આવે છે. આ આ વર્ષે ધ ન્યૂ યોર્કર, ધ વોશિંગટન ટાઇમ્સ, ધ લોસ એંજલસ ટાઇમ્સ, અસોસિએટેડ પ્રેસ જેવા પ્રતિષ્ઠિત ન્યૂઝ પેપર અને સમાચાર એજન્સીઓને તેમના અલગ અલગ સમાચાર માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

Related posts

રોકાણ માટે જરૂરી સુધારા કરવા સરકાર તૈયાર : નિર્મલા સીતારમણ

Charotar Sandesh

સરકાર-ખેડૂત કમિટી બનાવી ચર્ચા કરે, રાષ્ટ્રીય મુદ્દા સહમતિથી હલ થવા જોઇએ : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

દેશમાં કોરોનાના કેસો વધીને ૧૩૩૦૦થી વધુ : ૪૩૭ લોકોનો ભોગ લેવાયો…

Charotar Sandesh