Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લાભરના પેટ્રોલ પંપ ગેસ એજન્સી બોટલોને પણ સેનેટાઇજ કરવાનો પ્રારંભ…

લોકડાઉન હળવું થાય ત્યારે કોરોના સંક્રમણ ઓછું થાય તેવા પ્રયાસોને વેગ…

આણંદ : આણંદ જિલ્લાના જિલ્લા પુરવઠા વિભાગ, પેટ્રોલ પંપ અને ગેસ એજન્સી સંચાલકોના સહયોગથી જાહેર જનતાના હિતમાં એક વધુ સારું અને સૌના આરોગ્ય માટે સારા કામનો પ્રારંભ થયો છે તમામ પેટ્રોલ પંપ અને ગેસ એજન્સી ગોડાઉન ઉપર ફરજ ઉપરના કર્મચારીશ્રી કામદારોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

ગેસની બોટલો ઉપર દવા છંટકાવ અને સેનેટાઇજ કરવામાં આવી રહ્યું છે જેથી કોરોના સંક્રમણ ઓછું કરવામાં અસરકારકતા આવે. આણંદ જિલ્લા માટે કોરોના સંક્રમણને કાબુમાં કરવા અને જ્યાં જ્યાં નાગરિકોની જરૃરત વધારે હોય તેવા સેન્ટર ઉપર કામ કરતા કામદારો ,સાધનો ગેસ બોટલોને પણ સેનેટાઇજ કરીને ગ્રાહકોને વિતરણ થાય તેવી કાળજી લેવા ઇન્ચાર્જ સચિવશ્રી સંદીપ કુમાર દ્વારા અપાયેલ સૂચના મુજબ અને જિલ્લા કલેકટર શ્રી આર.જી. ગોહીલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ નાગરિકોના આરોગ્યની કાળજી લેવા માટે આ  નિર્ણય લેવાયો છે.

આણંદ જિલ્લામાં કુલ ૧૩૨ જેટલા પેટ્રોલ પમ્પ કાર્યરત છે તે તમામ અને જિલ્લાભરની ગેસ એજન્સી સહિત તમામ કામદાર અને કર્મચારીઓનું આરોગ્ય જળવાઈ રહે તેમજ પેટ્રોલ મેળવવા આવતા નાગરિકોના   આરોગ્યની કાળજી લેવાય તે માટે આ કામગીરીનો પ્રારંભ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ગોપાલ બામણીયા અને તેઓની ટીમે સૌના હિતમાં અને સહયોગથી પ્રારંભ કર્યો છેગેસની બોટલો ઉપર દવા છંટકાવ કરવોએ વપરાશ કરતા નાગરિકો માટે સલામત બનશે સાથે સાથે પેટ્રોલ પમ્પના સાધનોને પણ દવા છંટકાવ કરી સૌ માટે કાળજી લેવામાં આવી રહી છે.

Related posts

ખનીજ માફિયાઓના પાપે મહીસાગરમાં ચારનું ડૂબી જવાથી મોત : સરકારી બાબુઓ ભાગબટાઇમાં મસ્ત

Charotar Sandesh

આણંદમાં કેટલીક સસ્તા અનાજની દુકાનો પર પુરવઠો ન પહોંચતા કાર્ડધારકો હેરાન-પરેશાન…

Charotar Sandesh

૧૮મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અડાસ રેલ્વે સ્ટેશને સર્જાયેલો શહાદતનો ઈતિહાસ…!!

Charotar Sandesh