Charotar Sandesh
અચીવમેન્ટ ઈન્ટરેસ્ટિંગ ધર્મ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

કોરોના વાઇરસની સરખામણીમાં રોગપ્રતિકારક શક્તિ કેટલી તમારા પરિપેક્ષમાં છે..?

કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીને પગલે જે સમસ્યા વારંવાર આપણી સામે આવી રહી છે એ રોગપ્રતિકાર શક્તિની છે. રોગપ્રતિકારક શક્તિના મુખ્યત્વે બે ઘટક હોય છે. 
૧. સહજ પ્રતિસાદહ
૨. સ્તગતહસ્તગત કરેલો પ્રતિસાદ.
રોગપ્રતિકારક શક્તિની જટિલ સમસ્યા કેટલી તમારા પરિપેક્ષમાં છે?
સામાન્ય રીતે આપણાં શરીરમાં અલગ અલગ હજારો પ્રકારના જાતજાતના કોષો કામ કરતા હોય છે. જેઓ બહારથી આવતા આક્રમણ કર્તાઓને ઓળખી, સંદેશા વહન કરતાં જીવાણુઓ ભક્ષણ કરવાનો અથવા દુશ્મન સાથે લડવાના કામો કરે છે. શરીરમાં કોઈ ચોક્કસ દુશ્મનની ઓળખ થઈ જાય પછી આપણી રોગપરતિકારક શક્તિનો આ હિસ્સો, પેલા દુશ્મન ને ખતમ કરી શકે તેવા કોષને ઓળખી કાઢે છે અને પછી તેને એ  દુશ્મન સામે લડવા મોકલે છે.
રોગપ્રિકારક શક્તિના આ પૈકીના કેટલાક કોષો વિશે જાણકારી મેળવવા માટે ગ્લાસગો યુનિવર્સિટીના સંશોધકો લેસર માઇક્રોસ્કોપીનો ઉપયોગ કરી રહ્યા છે.તેમનું સંશોધન દર્શાવે છે કે આપણી રોગપ્રિકારકશક્તિ કેટલી જટિલ અને સુસંકલિત છે. એ દર્શાવે છે કે આપણા શરીરમાં દિવસ-રાત વિવિધ કોષો એકબીજા સાથે સતત ‘વાત’ કરે છે. એ દર્શાવે છે કે આ વૈવિધ્યસભર ક્રિયા-પ્રતિક્રિયાના મોટા હિસ્સાને આપણે હજુ સમજી શક્યા નથી. તેથી કોઈ આપણી રોગપ્રિકારકશક્તિ ને શક્તિશાળી બનાવવાનો દાવો કરે કે વાત કરે ત્યારે આપણે સૌથી પહેલાં એ સવાલ કરવો જોઈએ કે તે દાવો કે વાત રોગપ્રતિકારશક્તિના ક્યા હિસ્સાને શક્તિશાળી બનાવવા માટે છે? એ કેવી રીતે કરવામાં આવશે? સૌથી મહત્વની વાત છે શક્તિવર્ધનના પુરાવા. સજ્જડ વૈજ્ઞાનિક પુરાવા મળવા મોટાભાગે મુશ્કેલ હોય છે.
આપણી રોગપ્રિકારકશક્તિ ને સ્વસ્થ રાખવા માટે વિટામિન્સ અને મિનરલ્સ જરૂરી હોય છે. સાથે સાથે કસરત, ધ્યાન, યોગ, પ્રાણાયામની પણ જરૂરત હોય છે. જેમનામાં વિટામિન D કે વિટામિન Cની કમી હોય તેમણે તેનાં સપ્લિમૅન્ટસ લેવાં પડે છે. જોકે, ખોરાકમાંથી વિટામિન્સ અને મિનરલ્સ સારા એવા પ્રમાણમાં મળી રહેતાં હોય છે. જેમાંથી વિટામિન મળતા હોય તેવો ખોરાક લેવો પડે છે. તેથી જો આપણે આરોગ્યવર્ધક ખોરાક લેતાં હોઈએ તો આપણાં શરીર માટે જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ તેમાંથી મળી રહે. વિટામિન્સનું પ્રમાણ વધારવાથી તમને રોગ સામે લડવાની વધારે શક્તિ પ્રાપ્ત થશે એવું કહેવું થોડું વધારે પડતું હશે. વાસ્તવમાં કેટલાંક વિટામિન્સ અને મિનરલ્સ જરૂર કરતાં વધુ પ્રમાણમાં લેવામાં આવે તો એ ઘાતક સાબિત થતાં હોય છે. દાખલા તરીકે, વધારે પડતું વિટામીન A ઝેરી અને જીવલેણ બની શકે છે. એકિનેસિયા, સેલેનિયમ, બીટા-કેરોટિન, ગ્રીન ટી, બાયોફ્લેવોનોઈડ્ઝ, લસણ અને વ્હીટગ્રાસ જેવાં સપ્લિમૅન્ટસ સુક્ષ્મ જંતુઓથી આપણને દૂર રાખવામાં મદદરૂપ થાય છે કે કેમ તેની જાણકારી પણ સંશોધનમાં મેળવવામાં આવી હતી. આ ઉપરાંત આ બાબતો આપણી રોગપરતિકારકશક્તિ બહેતર બનાવતી હોવાનું દર્શાવવામાં આવ્યાનો અર્થ એ નથી કે તે રોગ સામે લડવાની આપણી ક્ષમતામાં વધારો કરશે. ખરેખર તો, કોઈ ચોક્કસ સારવાર લોકોને ચેપ લાગતો અટકાવી શકે અથવા ચેપની તીવ્રતા ઘટાડી શકે કે કેમ તેનું વ્યવસ્થિત પરીક્ષણ કરવાની જરૂર છે.

રોગપ્રિકારકશક્તિ વધારવા માટેના સામાન્ય ઉપાયો :

  • રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફણગાવેલા કઠોળ ઘણા ફાયદાકારક હોય છે. તમારે ફણગાવેલા કઠોળ વધારે માત્રામાં ખાવા જોઈએ. એનાથી વિટામિન-સીની ઉણપ દૂર થઈ જાય છે. સાથે જ તમને મોસમી બીમારીઓ પણ થશે નહીં. ચ્યવનપ્રાશમાં ઘણુ વધારે વિટામિનસી મળી આવે છે, એવામાં તમારે એનું સેવન જરૂર કરવું જોઈએ. તમે ફણગાવેલા મગ અને ચણાની દાળ ખાઈ શકો છો, એમાં ઘણું વધારે વિટામિન-સી હોય છે.
  • લીંબુ, સંતરા, મોસંબી, આંબળા, અનાનસ, ટામેટા વગેરે વસ્તુઓનું સેવન કરવાથી તમારી આ સમસ્યા દૂર થઈ જાય છે. તમારે આ વસ્તુઓનું ભરપૂર માત્રામાં સેવન કરવું જોઈએ. એનાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ બધા સિવાય તમારે દૂધનું સેવન કરવું જોઈએ, જેનાથી તમને ઘણી વધારે મદદ મળશે.

Corona-૧૯ જેવા રોગ સામે આપણે આપણી રોગપરતિકારકશક્તિ ને કેવી રીતે ડેવલપ કરવી જેનાથી આ ભયાનક રાક્ષસ સામે લડવા માટેની આપણને મદદ મળે. 

  • શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવું.
  • સમાજીક મેળાવડા ટાળવા.
  • માસ્ક બાંધી ને નીકળવું.
  • હાથ મિલાવવા અથવા ભેટવું એના કરતાં દૂરથી જ નમસ્તે કરો.
  • ખૂબ જ પાણી પીવો.
  • લીલાં શાકભાજી અને ફ્રૂટ ખાવો.
  • ઠંડા પીણા અને બજારુ ખોરાક થી દુર રહો.
  • વહેલા ઊઠી પ્રણાયમ અથવા ધ્યાન કરો.
  • શરદી ખાંસી જેવું લાગે તો તરત નજીકના સ્વાસ્થ કેન્દ્ર પર જાઓ.
  • કોઇનો પણ રૂમાલ, પેન કે ચશ્માનો ઉપયોગ કરવો નહી. વારંવાર હાથ ધોવા અને દર્દીઓને આઇસોલેશનમાં સારવાર આપવી.
  • વાઇરસથી ગ્રસ્ત દર્દીઓ અન્ય વ્યક્તિઓના સીધા સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવુ.

 

પિન્કેશ પટેલ “કર્મશીલ ગુજરાત”, નવામુવાડા, લુણાવાડા, મહીસાગર

Related posts

દિવાળી અથવા દીપોત્સવ પર્વનું મહત્વ…

Charotar Sandesh

ફાયદાકારક : રાતે સૂતા પહેલા ગોળ ખાઇને ગરમ પાણી પીવુ…

Charotar Sandesh

આંગણે મોંઘેરો મહેમાન આવ્યાનો અવસર છે, ઝરમર ઝરમર વરસાદ આવ્યાનો અવસર છે…

Charotar Sandesh