Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હીમાં કેટલીક ખાનગી હોસ્પિટલ બેડના કાળા બજાર કરી રહી છે : કેજરીવાલ

લક્ષણ વગરના દર્દીઓને ૨૪ કલાકમાં ડિસચાર્જ કરવાનો આદેશ કર્યો…

ન્યુ દિલ્હી : દિલ્હીમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીઓને બેડ નહીં ફાળવવાના મુદ્દે હવે સરકારે લાલ આંખ કરી છે. ખાનગી હોસ્પિટલોની મનમાનીનો મુદ્દો સોશિયલ મીડિયા ઉપર તેમજ વિપક્ષે પણ ઉઠાવતા શનિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેટલાક કડક નિર્ણયો જાહેર કર્યા છે. દિલ્હીમાં હવે કોઈપણ સંદિગ્ધ કોરોના દર્દીના કેસને લેવાનો હોસ્પિટલ ઈનકાર નહીં કરી શકે. સીએમ કેજરીવાલે કટાક્ષ કરતા કહ્યું કે દિલહીમાં કેટલીક હોસ્પિટલોનું રાજકીય પક્ષો સાથે સેટિંગ છે અને તેઓ કેસ નહીં લેવાની બદમાશી કરી રહ્યા છે. કોરોનાના સંદિગ્ધ દર્દીઓને દાખલ કરવા માટે કેટલીક હોસ્પિટલો લાખો રૂપિયા માંગી રહી છે અને આવા કાળા બજારીયાઓ સામે સરકાર આકરા પગલાં લેશે તેમ સીએમે જણાવ્યું હતું.

કેજરીવાલે ચેતવણીના સૂરમાં જણાવ્યું કે દરેક હોસ્પિટલે દર્દીઓની સારવાર કરવી પડશે. જો કોઈ હોસ્પિટલ સારવાર કરવાનો ઈનકાર કરશે તો તેની વિરુદ્ધ કડક પગલાં લેવાશે. સીએમએ લક્ષણો વગરના સંદિગ્ધોને જણાવ્યું કે તેઓ ટેસ્ટ ના કરાવે કારણ કે તેનાથી લોડ વધી જશે. કેજરીવાલ સરકારે લક્ષણ વગરના દર્દીઓને ૨૪ કલાકમાં ડિસચાર્જ કરવાનો આદેશ આપ્યો છે.

કેજરીવાલે કેટલીક બેદરકાર ખાનગી હોસ્પિટલને ચેતવણી આપતા કહ્યું કે તેમણે દર્દીઓની સારવાર કરવી પડશે. આ હોસ્પિટલ્સ નિયમો મુજબ દર્દીની સારવાર કરે નહીં તો તેમની સામે કડક પગલાં લેવાશે. બે-ચાર હોસ્પિટલોને એવું છે કે તેઓ કાળા બજાર કરી શકશે પરંતુ આવી હોસ્પિટલોને છોડવામાં નહીં આવે. જો ખાનગી હોસ્પિટલ ૨૦ ટકા બેડ કોરોના દર્દીઓ માટે અનામત નહીં રાખે તો તેમને ૧૦૦ ટકા કોરોના કેર માટે જાહેર કરવી પડશે.

Related posts

ઉત્તરપ્રદેશના આ જિલ્લામાં મુસ્લિમ યુવતીએ હિન્દુ ધર્મ અપનાવી મંદિરમાં કર્યા મેરેજ

Charotar Sandesh

આચંકાજનક EVM : એવું મતદાન ક્ષેત્ર જ્યાં કોઈપણ બટન દબાવો, મત ભાજપને જ જાય…!

Charotar Sandesh

કાલે સૂર્યગ્રહણ : 38 વર્ષ બાદ આકાશમાં જોવા મળશે અદભૂત નઝારો… જાણો સમય સાથે વિગતો…

Charotar Sandesh