Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં ઓગસ્ટ સુધી કોરાનાને કારણે ૧.૫ લાખ લોકોના મોત થઈ શકે છે…

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટના રિસર્ચએ દાવો કર્યો…

USA : યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટના રિસર્ચર્સે દાવો કર્યો છે કે, ઓગસ્ટ સુધી અમેરિકામાં ૧ લાખ ૪૫ હજાર લોકોના મોત થઈ શકે છે. રિસર્ચની ટીમે શનિવારે નિવેદન જાહેર કરીને ૧,૪૦,૪૯૬ મોત થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જો કે ટીમે એ વાત જણાવી નહતી કે પૂર્વાનુમાનમાં ૫ હજાર લોકોના વધારો કેમ કરવામાં આવ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી ૧,૧૩,૦૫૫ લોકોના મોત થઈ ગયા છે.

જોન્ય હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, અમેરિકામાં મિશિગન અને એરિઝોનામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે વર્જીનિયા, રોડ આઈલેન્ડ અને નબ્રાસ્કામાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.
અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે, મિનિયાપોલિસમાં જોર્જ ફ્લોયડના મોત બાદ થયેલા પ્રદર્શનોને કારણે દેશમાં કોરોના વાયરસના સંક્રમણના ઝડપથી ફેલાઈ શકે છે. આગામી દિવસોમાં અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચી શકે છે. અમેરિકામાં કોરોના વાયરસના કેસની સંખ્યા ૨૦,૨૬,૪૯૩ થઈ ગઈ છે.

  • Naren Patel

Related posts

અમેરિકી રાષ્ટ્રપતિ પ્રમુખનું કાયમી નિવાસ સ્થાન બનશે ફ્લોરિડા…

Charotar Sandesh

બાઇડનના શપથગ્રહણ સમારોહમાં સુરક્ષા જવાનો હુમલો કરે તેવી એફબીઆઇને આશંકા…

Charotar Sandesh

યુ.એસ.ના ન્યૂજર્સીમાં હિન્દૂ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટીનું પ્રશંસનીય કાર્ય…

Charotar Sandesh